કુંભમેળામાં ભીડને નિયંત્રણ કરવાના સૌથી મોટા પડકાર માટે આઈઆઈટી રુરકીના વૈજ્ઞાનિકે વિકસાવી ‘ટ્રેકર એપ’- જાણો આ એપની ખાસિયતો
- કુભમેળામાં ભીડને નિયંત્રણ કરવા એપ વિકસાવાય
- આઈઆઈડી રુરકીના વૈજ્ઞાનિકે ખાસ એપ બનાવી
દિલ્હીઃ-હરિદ્રારમાં વર્ષ 2021માં યોજાનાર કુંભમેળામાં લાખોની લસંખ્યામાં ભીડ ઉમટશે, ત્યારે આ કુંભમાં આવનારી ભીડને નિયંત્રણ કરવા માટે આઈઆઈટી રૂડકીના વૈજ્ઞાનિક દ્વારા રચાયેલ મોબાઇલન એપ ખુબ અસરકારક સાબિત થઈ શકે છે. ટ્રેકર નામની આ એપ્લિકેશન રીઅલ ટાઇમમાં ફક્ત ભીડને નહીં પણ દરેક વ્યક્તિને ટ્રેક કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
આ એપ દ્રારા દરેક પક્ષની ક્ષમતા કરતા કેટલી ભીડ પહોંચી રહી છે તે પણ જાણકારી મેળવી શકાય છે. એપ્લિકેશનની સુવિધાઓમાં એ પણ શામેલ છે કે કુંભ ક્ષેત્રમાં કેટલા લોકો પહોંચ્યા અને તેઓ ક્યાં સ્થળે એકત્ર થયા છે. વળી, સ્નાન કર્યા પછી કેટલા લોકો કુંભ ક્ષેત્રમાંથી પાછા ફર્યા છે.
કોરોના સમયગાળા દરમિયાન હરિદ્વાર કુંભમાં પોલીસ વહીવટ માટે ભીડ નિયંત્રણ કરવી એ સૌથી મોટો પડકાર છે. કોઈ પણ અવરોધ વિના સલામત રહેવા કુંભ માટે ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવા પર ભાર મૂક્યો છે. આઈઆઈટી નાગરિક વિભાગના વૈજ્ઞાનિક પ્રો. કમલ જૈને ટ્રેકર નામની એક મોબાઇલ એપ્લિકેશન બનાવી છે, જેના દ્વારા કુંભની ભીડ સંચાલન વધુ સારી રીતે કરી શકાય છે.
એપ્લિકેશનની સુવિધાઓ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે સ્થાનિક સંચાલનમાં તે વધુ સારું રહેશે. એપમાં જીપીએસ ડેટાનું વિશ્લેષણ કરે છે અને જાણવા મળે છે કે પ્રત્યેક વ્યક્તિનું તે સમયનું લોકોશએન શું છે મેન સર્વરમાં એ જાણકારી મળશે કે, કયા સ્થળે કેટલા લોકો છે
એપ્લિકેશન ડાઉનલોડ કરનાર વ્યક્તિને તેના મોબાઈલમાં એ પણ માહિતી મળશે કે ક્યા વધારે ભીડ છે. તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ટ્રાયલ દરમિયાન વધુ સારા પરિણામો સામે આવ્યા છે.આ એપને પેટન્ટ પણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તે કુંભ જેવા મોટા આયોજનમાં ખુબજ આસરકારક સાબિત થશે. ત્યારે આ વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે ભીટને નિયંત્રણ કરવાનું કાર્ય પડકારરુપ છે તેવા સમયે આ એપ્લીકેશન ખુબજ સહાયક નિવડશે.
સાહિન-