ગુજરાતમાં નીમ કોટેડ યુનિયાના ઓદ્યાગિક હેતુથી ગેરકાયદે વપરાશ, 184 બેગનો જથ્થો સીઝ કરાયો
પાટણઃ ચાણસ્મા જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં નાયબ ખેતી નિયામક ( વિસ્તરણ) ની ટીમે બાતમી આધારે દરોડો પાડી સબસીડાઈઝ નીમકોટેડ યુરિયા ખાતરના જથ્થાની કુલ રૂ 59482 ની કુલ 184 બેગ તંત્રએ જપ્ત કરી ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. સીઝ કરાયેલો યુરિયા ખાતરનો જથ્થો ટેકનિકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પલટી મારી ઔદ્યોગિક વપરાશમાં વેચાણ કરવામાં આવતુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ચાણસ્મા GIDC ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર વેચાણ કરવા માટે રખાયેલ કુલ 184 બેગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને ત્રણ લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી.. પકડાયેલા જથ્થાના નમૂના પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા.
રાજ્યમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ માટે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પાટણ જિલ્લાની ચાણસ્મા જી.આઇ.ડી.સી. ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયા, ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પેક કરી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે પાટણના નાયબ ખેતી નિયામક અને ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા રેડ કરી હતી. આ રેડ દરમિયાન સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાને ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ વપરાશની બેગમાં સિલાઈ મારી, પેકીંગ કરેલી ૫૦ કિ.ગ્રા. વજનની કુલ 168 બેગ તેમજ જુદી-જુદી કંપનીની આશરે 50 કિ.ગ્રા. જથ્થો ધરાવતી 16 બેગ એમ મળીને કુલ 184 બેગ તથા પેકીંગ માટે સિલાઈ મશીન તેમજ આનુષંગિક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા (૧) અશોકભાઈ વીરમભાઈ ચૌધરી (૨) કાનજીભાઈ દઝાભાઈ ચૌધરી અને નરેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે મળી આવેલા જથ્થામાંથી Suspected Neem Coating Ureaનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો.