Site icon Revoi.in

IMAએ ડૉક્ટરોની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને મળશે

Social Share

નવી દિલ્હીઃ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ચિંતા વ્યક્ત કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકાર પાસે હોસ્પિટલોને ‘સેફ ઝોન’ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. IMAના પ્રમુખ સહિત એક પ્રતિનિધિમંડળ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને ડૉક્ટરોની સુરક્ષાની માંગ કરશે.

IMA પ્રમુખ ડૉ. આર.વી. અશોકે આજે મીડિયાને જણાવ્યું હતું કે, સંગઠને ડૉક્ટરોની સુરક્ષા માટે અનેક માગણીઓ રજૂ કરી છે, જેમાં સલામતીની ખાતરી કરવી મુખ્ય છે. કેન્દ્ર સરકાર પાસે અમારી માંગણીઓ છેલ્લા બે દાયકાથી પડતર છે. કેન્દ્ર સરકારની હોસ્પિટલોને ‘સેફ ઝોન’ જાહેર કરવી જોઈએ. તે કાયદા દ્વારા વ્યાખ્યાયિત થયેલ હોવું જોઈએ અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અમલમાં મૂકવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો લાવવો જોઈએ. અમારી પાસે 25 રાજ્યોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સામે હિંસા અંગેના રાજ્ય કાયદા છે, આ વ્યવહારુ નથી કારણ કે કોઈ કેન્દ્રીય કાયદો અસ્તિત્વમાં નથી. હવે કેન્દ્રીય કાયદા પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં હવે વધુને વધુ મહિલા ડોક્ટરો છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. આ અંગે પ્રતિનિધિમંડળ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને મળવા જઈ રહ્યું છે. આ સાથે તેઓ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને મળશે અને તેમની માંગણીઓના વહેલા ઉકેલ માટે દબાણ કરશે.

#IMACare,#DoctorSafety,#HealthcareSecurity,#IndianMedicalAssociation, #SafeHospitals, #JPNadda, #MedicalViolence, #WomenDoctors, #HealthcareReforms, #PatientSafety