આયુર્વેદના તબીબોને સર્જરીની મંજુરી વિરુદ્ધ 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી આઈએમએ હસ્તાક્ષર અભિયાન ચલાવશે
- આઈએમએ ચલાવશે હસ્તાક્ષર અભિયાન
- આયુર્વેદ ડોક્ટરને સર્જરીની પરવાનગી વિરુદ્ધ અભિયાન
દિલ્હીઃ- ભારતીય મેડિકલ એસોસિએશને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનની સૂચનાની વિરુદ્ધ 15 ફેબ્રુઆરીથી લઈને આવનારી 31 માર્ચ સુધી ઓનલાઇન હસ્તાક્ષર અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, આયુર્વેદમાં અનુસ્નાતક અભ્યાસ કરી રહેલા ડોકટરોને સર્જરી કરવાની પરવાનગી વિરુદ્ધ આ અભિયાન ચલાવવાની ઘઓષણા કરવામાં આવી છે.
ડોકટરોના આ સંગઠને એમ પણ કહ્યું હતું કે સૂચનાથી મિક્સોપથી એટલે કે એક કરતા વધુ સારવારની રફ પદ્ધતિ તરફ દોરી જશે. સંસ્થાએ આ સૂચના તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી છે.
આઇએમએના રાષ્ટ્રીય મહાસચિવ, ડો.જયેશ લેલે એ આ બાબતે જણાવ્યું હતું કે, આ હસ્તાક્ષર અભિયાનમાં આઇએમએના 3.5 લાખ સભ્યો સહીત ડેન્ટલ, ઇએનટી અને અન્ય સર્જરી ડોકટરો, એનેસ્થેસિસ્ટ્સ વગેરે લોકોને આ અભિયાનમાં શામેલ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો પણ અમારા વિરોધને સમર્થન આપી રહ્યા છે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આ ઓનલાઇન પિટિશન અભિયાન સમાપ્ત થયા પછી વડા પ્રધાન કાર્યાલયમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ બાબતે વધુ જાગરુતતા ફએલાવવા અને સમર્થન એકત્રીત કરવા માટે આઈએમએ જુદા જુદા મંત્રીઓ, સાંસદો સાથે સામાન્ય જનતા સુપધી પહોંચશું
આઇએમએ આ મુદ્દાને લઈને 1 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ભૂખ હડતાલ પર ઉતર્યી ચૂક્યા છે. આઇએમએએ એક નિવેદનમાં કહ્યું છે કે આ અવ્યવહારુ, અવૈજ્ઞાનિક અને અનૈતિક સૂચના તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે, તે આવા 1 હજાર એલોપૈથી ડોકટરોની એક સૂચિ સરકારને સુપરત કરશે જે કામ કરવા ઈચ્છુક છે, જે ડોકટરોની તંગીના ખોટા દાવાનો પરદાફાશ કરશે.
સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું, “આઇએમએના તમામ સભ્યો, તમામ નિષ્ણાત સંસ્થાઓ, એલોપથીનો અભ્યાસ કરનારી તમામ વિદ્યાર્થીઓ, દેશના તમામ મહિલા ડોકટરો દવાઓની વિવિધ પદ્ધતિઓનું મિશ્રણ કરવાની આ અવૈજ્ઞાનિક રીતથી લોકોને જાગૃત કરશે.”
સાહિન-