Site icon Revoi.in

આજથી આઈએમસી 2020નો આરંભ – મુકેશ અંબાણીએ કરી ઘોષણા, રિલાયન્સ જિઓ વર્ષ 2021મા 5જી લોંચ કરશે

Social Share

દિલ્હીઃ-ઈન્ડિયા મોબાઈલ કોંગ્રસ 2020ની શાનદાર ઘોષણા થઈ ચૂકી છે, આ ચોથી વકત બનશે કે જ્યારે ભારતમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન આમ તો દર વર્ષે બાર્સિલોનામાં થયું હોય છે તેજ રીતે ભારતમાં આઈએમસીનું આયોજન કરવામાં આવતું હોય છે.

આઈએમસી માં દેશ અને વિદેશની તમામ મોટી ટેકનોલોજી અને આઈટી કંપનીઓ ભાગ લે છે, અને પોતપોતાની પ્રોડક્ટ લોંચ કરે છે, ત્યારે આ વર્ષે થનારું આય.જન ખાસ માનવામાં આની રહ્યું છે, આઈએમસી 2020નું આયોજન દુર સંચાર વિભાગ અને સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કર્યું છે, જેની શરુઆત 8 ડિસેમ્બર એટલે કે આજરોજથી કરવામાં આવી ચૂકી છે, જે 10 ડિસેમ્બર સુધી રહેશે

ઈન્ડિય મોબાઇલ કોંગ્રેસમાં 30 થી વધુ દેશોના 210 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ અને અંદાજે 3 હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. આઇએમસી 2020 માં, વિવિધ મંત્રાલયો, ટેલિકોમ કંપનીઓના સીઈઓ, વૈશ્વિક સીઈઓ, 5-જી ટેકનોલોજીના નિષ્ણાતો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી), ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ અને એજ એજ્યુટીંગ, બ્લોકચેન, સાયબર-સુરક્ષા નિષ્ણાતો પણ ભાહ લેશે.

આઈએમસી વર્ષ 2020નો આજે પ્રથમ દિવસ

આઈએમસી 2020ના પ્રથમ દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી એ કહ્યું કે, વર્ષ 2021ની બીજી ત્રિમાહીમાં ભારતમાં 5જી નેટવર્કનું નેતૃત્વ જીઓ જ કરશે, તે માચટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે, અબાણીએ આ બાબતે જણાવ્યું હતું કે, જીઓ ખુબ જ સસ્તા ભાવે 5જીની શરુઆત કરશે

30 કરોડ ભારતીયોને સ્માર્ટચફોન પર લાવવા સરકારને કરી અપીલ

આથી વિશેષ તેઓએ જણાવ્યું હતું કે, 30 કરોડ દેશવાસીઓ ડિજીટલ દુનિયામાં આજે પણ 2જી ટેકનિકમાં  ફસાયેલા છે, મુકેશ અંબાણીએ સરકારને આગ્રહ કર્યો છે કે, તેઓ તે દિશામામ પગલું ભરે જેથી 30 કરોડ ભારતીય ડિજીટલ અર્થવ્યવસ્થા સાથે જોડાઈને આ 5જી ટેકનોલોજીનો લાભ લઈ શકે, આ તમામને 2જી થી છૂટકારો અપાવીને સ્માર્ટફોન પર લાવવા માટે સરકારને પોલીસી બનાવવા માટે અપીલ કરી હતી.

મુકેશ અંબાણીએ 2021ની બીજી ત્રિમાહીમાં  સ્વદેશી 5 જી ટેક્નોલોજી લોન્ચ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. તેમણે રિલાયન્સ જિયોની 5 જી ટેક્નોલોજીને સ્વદેશી ગણાવી હતી. મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓની સ્વદેશી 5 જી ટેક્નોલોજી પ્રધાનમંત્રી સ્વનિર્ભર ભારત મિશનની સફળતાના સાક્ષી છે.

સાહિન-