આઈએમડી એ ચોમાસાને લઈને કરી આગાહીઃ- જૂનમાં ચોમાસું સામાન્ય રહેશે, જાણો ક્યા કેટલો થશે વરસાદ
- જૂનમાં ચોમાસુ રહેશે સામાન્ય
- આઈએમડીએ પૂર્વાનિમાન જાહેર કર્યું
દિલ્હીઃ- ભારતીય હવામાન વિભાગ આઇએમડીએ ચોમાસાને લઈને આગાહી રજુ કરી છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ મહિલા જૂનમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ સાથે જ મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય ઉપર, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવનાઓ સવાઈ રહી છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મહાપાત્રાએ આ સમગ્ર બાબતને લઈને આગાહી કરતા માહિતી આપી હતી.
ભારતીય હવામાન ખાતાએ ચોમાસાને લઈને જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય રહેવાની સંભાવના છે, જે મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધારે અને પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવનાઓ છે.
સાઉથવેસ્ટ મોનસૂન 2021 માટે તેની લાંબાગાળાની આગાહી જાહેર કરતાં આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુજંય મોહપત્રાએ જણાવ્યું હતું કે દેશમાં આ વર્ષે સામાન્ય ચોમાસુ રહેવાનું પૂર્વાનુમાન છે.
મહાપાત્રાએ વધુમાં ચોમાસા બાબતે કહ્યું કે તે સામાન્ય લાંબા ગાળાની એલપી સરેરાશની 96 થી 104 ટકા રહેવાની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં જૂન-સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સામાન્ય લાંબી અવધિ સરેરાશના 96 થી 104 ટકા રહેવાની સંભાવના છે.
તેમણે કહ્યું હતું કે, માત્રાત્મક રીતે દેશમાં ચોમાસાનો વરસાદ એલપીએના 101 ટકા રહેવાની સંભાવનાઓ છે. વર્ષ 1961-2010ના ચોમાસાના વરસાદનો એલપીએ 88 સે.મી. હતો