Site icon Revoi.in

IMD એ જારી કર્યુ એલર્ટઃ કેરળ સહીતના આ 6 રાજ્યોમાં આગામી 4 દિવસો સુધી ભારે વરસાદની સંભાવના

Social Share

દિલ્હીઃ- દેશનારાજ્ય કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે, વરસાદના કારણે અનેક જગ્યાઓએ મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગએ સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હાલમાં કેરળ ભારે વરસાદ અને વરસાદ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

આ સમગ્ર બાબતે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ રાજ્ય કેરળમાં શનિવારથી શરુ થયેલ ભારે વરસાદ મંગળવાર સુધી ચાલુ રહેશે. દિવસની શરૂઆતમાં, ત્રણ જિલ્લા – ઇડુક્કી, થ્રિસુર અને એર્નાકુલમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

જો વિતેલા દિવસને રવિવારની વાત કરવામાં આવેતો બપોરે 2 વાગ્યે ઓવરફ્લો થતા જળાશયનું દબાણ ઘટાડવા માટે ઇડુક્કી ડેમનું 40 સેમી પહોળું શટર ખોલવામાં આવ્યું છે. દરમિયાન, મુલ્લાપેરિયાર ડેમ પણ ખોલવામાં આવે તેવી શક્યતા છે કારણ કે કેરળમાં ભારે વરસાદ વચ્ચે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોને કારણે કેરળમાં ભારે વરસાદને જોતા અધિકારીઓ અને લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક નીચા દબાણનો વિસ્તાર મધ્ય અરબી સમુદ્ર પર સ્થિત છે, તેની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફની હિલચાલ છે અને તે ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર 15 નવેમ્બર સુધી સારી રીતે ચિહ્નિત થયેલ છે.લો પ્રેશર એ જ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને 17 નવેમ્બર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરના તોફાનમાં તીવ્ર બનશે અને 18 નવેમ્બર સુધીમાં દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે પહોંચશે.જેને લઈને ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.