IMF એ ભારત સરકારની આ યોજનાની કરી સરહાના – કહ્યું. ‘ખરેખર ભારતની આ યોજના ખૂબજ પ્રભાવશાળી છે’
- IMF એ ભારત સરકારની આ યોજનાની કરી સરહાના
- ભારતે આ યોજના થકી અસરકારક કાર્ય કર્યું છે
દિલ્હીઃ- ભારત સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા વિવિધ યોજનાઓના લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. હવે IMF તરફથી ભારત સરકારની આ પહેલની પ્રશંસા કરવામાં આવી છે.
વિતેલા દિવસને બુધવારના રોજ પાઓલો મૌરો વોશિંગ્ટનમાં IMF અને વિશ્વ બેંક જૂથની 2022 વાર્ષિક બેઠક દરમિયાન એક ન્યૂઝ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. IMFનાઆ અધિકારીએ ભારતની આ યોજનાને ‘અદ્ભુત’ ગણાવી છે. એક પ્રશ્નના જવાબમાં, IMF ના નાણાકીય બાબતોના નાયબ નિયામક, પાઓલો મૌરોએ જણાવ્યું હતું કે દેશના “વિશાળ કદ” ને જોતા ભારતનું કાર્ય “ખૂબ પ્રભાવશાળી” છે.
તેમણે આગળ કહ્યું કે વાસ્તવમાં, ભારતના વિશાળ કદને જોતાં, આ કાર્યક્રમો કેવી રીતે ઓછી આવક ધરાવતા લોકોને શાબ્દિક રીતે કરોડો લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે તે એક વિચારપ્રેરક ચમત્કાર છે
આ સાથે જ પાઓલો વધુમાં પત્રકારોને કહ્યું કે ભારત પાસેથી ઘણું શીખવા જેવું છે અને શીખી શકાય છે. અમારી પાસે લગભગ દરેક ખંડ અને આવકના દરેક સ્તરના ઉદાહરણો છે. “જો હું આ મામલે ભારતને જોઉં, તો તે ખરેખર તે ખૂબ પ્રભાવશાળી છે,”
આ સાથેજ ભારતની યોજનાના વખાણ કરતા કહ્યું કે લોકોને ઓળખવા, તેમની અરજીઓ ડિજિટલ પદ્ધતિઓ દ્વારા ટ્રાન્સફર કરવા, મોબાઈલ બેન્કિંગ દ્વારા નાણાં મોકલવામાં અમુક અંશે નવીનતા હોવી જોઈએ. આ એવી વસ્તુ છે જે દેશો એકબીજા પાસેથી શીખી શકે છે.
ભારતની અર્થવ્યવસ્થાની પણ પ્રસંશા કરી
જ્યારે દરેક વ્યક્તિ આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ ધીમો પડી રહ્યો છે, ત્યારે ભારત અપ્રભાવિત રહ્યું નથી, પરંતુ તે વધુ સારું કરી રહ્યું છે અને અન્ય દેશોની તુલનામાં ભારત તેજસ્વી સ્થાને છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ટોચના અધિકારીએ આ પહેલા પણ કહ્યું હતું.