1. Home
  2. ગુજરાતી
  3. ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય
ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

0
Social Share

કેવળ અલ્પસંખ્યકો માટેની એ રીતે રહેલી ૨૦૦ યોજનાઓ કેંદ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાય પ્રત્‍યેક રાજ્‍યની મળીને આ યોજનાઓની સંખ્‍યા ૫૦૦ થી આગળ જશે. આ સિવાય કેવળ અલ્‍પસંખ્‍યકો માટેની અન્‍ય યોજનાઓ પણ છે. આ સર્વ યોજનાઓ હિંદુઓના કરમાંથી ચલાવવામાં આવે છે. તેને કારણે અલ્‍પસંખ્‍યકો માટેની આ યોજનાઓ એટલે એક રીતે શ્રીમંત (ધનવાન) હિંદુઓના પૈસામાંથી ગરીબ હિંદુઓનું ધર્માંતરણ જ છે. તેથી અલ્‍પસંખ્‍યાંકોની યોજનાઓને કારણે ધર્માંતરને પ્રોત્‍સાહન મળતું હોવાથી આ યોજનાઓ તુરંત બંધ કરવામાં આવે, એવી માગણી સર્વોચ્‍ચ ન્‍યાયાલયના ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાયે કરી હતી. તેઓ વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવમાં ‘હિંદુત્‍વનું રક્ષણ’ આ વિષય પર બોલી રહ્યા હતા.

  • હિંદુઓએ તેમના પર થનારાં આક્રમણોનો પ્રત્‍યુત્તર દેવાની સિદ્ધતા રાખવી ! : સુરેશ ચવ્‍હાણકે

જેટલી ગૌહત્‍યાઓ ગત ૫ વર્ષોમાં નહોતી થઈ, તેનાં કરતાં વધારે ગૌહત્‍યા નવી કેંદ્ર સરકારની સ્‍થાપના થઈ ત્‍યારથી થઈ છે. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી હિંદુઓ પરનાં આક્રમણોમાં વૃદ્ધિ થઈ છે. તેનો જો આપણે સમયસર પ્રત્‍યુત્તર નહીં આપીએ, તો આગામી કાળમાં હિંદુઓનો નિભાવ થવો કઠિન છે. હિંદુઓએ મતદાન કરવાથી જ ભાજપના ૨૪૦ સાંસદ ચૂંટાઈ આવ્‍યા છે. તેથી ભાજપે હિંદુઓના પ્રશ્‍નો ભણી વધુ ધ્‍યાન આપવાની આવશ્‍યકતા છે, એવું પ્રતિપાદન ‘સુદર્શન ન્‍યૂઝ’ના મુખ્‍ય સંપાદક સુરેશ ચવ્‍હાણકેએ કર્યું હતું.

આ પ્રસંગે ‘અયોધ્‍યા ફાઊંડેશન’ના સંસ્‍થાપક શ્રીમતી મીનાક્ષી શરણે કહ્યું, ‘‘પોતાની સંસ્‍કૃતિ વિશેની હિંદુઓમાંની શ્રદ્ધા વૃદ્ધિંગત થવા માટે અમે મંદિરોમાં દીપ પ્રજ્‍વલિત કરવાની યોજના ચાલુ કરી છે. દુર્લક્ષિત મંદિરોમાં દેવતાઓનું પૂજન કરીને અમે દીપ પ્રજ્‍વલિત કરીએ છીએ. હિમાચલ રાજ્‍યમાંથી અમે આ યોજના ચાલુ કરી છે.’’

  • પાકિસ્‍તાનની જેમ મણિપુરને પણ ભારતથી તોડવાનું મિશનરીઓનું ષડ્‌યંત્ર ! : પ્રિયાનંદ શર્મા

મણિપુરમાંના હિંસાચાર પાછળ પશ્‍ચિમી દેશોનો હાથ છે. મ્‍યાનમાર અને બાંગ્‍લાદેશનો કેટલોક ભાગ મળીને, તેમજ મણિપુરને તોડીને એક નવો સ્‍વતંત્ર કુકી દેશ બનાવવાનો પશ્‍ચિમી દેશ અને તેમની સાથે જોડાયેલા મિશનરીઓનું ષડ્‌યંત્ર છે. મણિપુરમાં વર્ષ ૧૯૬૧ની જનગણના અનુસાર અનુસૂચિત જમાતની સૂચિમાં કુકી જમાતનું નામ પણ નહોતું; પરંતુ આજે તેઓ સ્‍વતંત્ર દેશની માગણી કરી રહ્યા છે. બાંગ્‍લાદેશી તેમજ મ્‍યાનમારમાંના રોહિંગ્‍યા મુસલમાન, કુકી જમાતે મણિપુરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરી છે. આધારકાર્ડ અને મતદાનકાર્ડ તેમને સહેજે પ્રાપ્‍ત થાય છે. સીમા પરની સુરક્ષાના અભાવે પૂર્વોત્તર ભારતમાં ઘૂસણખોરી વધી રહી છે. આના ભણી જો સમયસર ધ્‍યાન નહીં આપીએ, તો પૂર્વોત્તર ભારતમાં આનો પ્રવાહ ધપતા વાર નહીં લાગે, એવું પ્રતિપાદન મણિપુર ખાતેના ‘મણિપુર ધર્મરક્ષક સમિતિ’ના સદસ્‍ય શ્રી. પ્રિયાનંદ શર્માએ કર્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code