Site icon Revoi.in

ચક્રવાત બિપરજોયની અસર દેખાવાનું શરુ – રેલ્વે વિભાગે 67 ટ્રેનો રદ કરી

Social Share

દિલ્હીઃ- ચક્રવાત બિપરજોય એ પોતાની અસર દેખાવાનું શરુ કરી દીધુ છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રેલ્વે વિભાગે પણ વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રોન રદ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત દ્વારા ગુજરાતમાં ચક્રવાત બિપરજોયની સ્થિતિ અને તૈયારીઓ વિશે માહિતી લીધી હતી. તેમણે આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

આ સહીત અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ને ધ્યાનમાં રાખીને, બોર્ડર સિક્યુરિટી ફોર્સએ ગુજરાતમાં તેની મરીન વિંગની સંપત્તિ અને કર્મચારીઓની સુરક્ષાનો આદેશ આપ્યો છે. બોટ અને લગભગ એક ડઝન ફ્લોટિંગ બોર્ડર પોસ્ટ્સ સુરક્ષિત એન્કરેજમાં મૂકવામાં આવી રહી છે

તો બીજી તરફ રેલ્વે વિભાગ પણ આ તક્રવાતને લઈને સતર્ક બન્યું છે,ચક્રવાત બિયપરજોયને કારણે 67 ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે નિયમો અનુસાર યાત્રીઓને પોતાની ટિકિટના પૈસા પરત કરાશે એટલે કે પુરેપુરુ રિફંડ આપવાની વાત કરવામાં આવી છે.ચક્રવાત બાયપરજોયની અસરને જોતા, ગુજરાત, ભારતમાં સરકારને એલર્ટ કરવામાં આવી છે.

ચક્રવાત હાલમાં પોરબંદરથી 350 કિમી દૂર હોવાનું કહેવાય છે, પરંતુ દરિયામાં હલચલ જોવા મળી રહી છે. જેને જોતા દરિયા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. સરકારે કિનારાથી લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં આવેલા તમામ ગામોને ખાલી કરાવવા સૂચના આપી છે.

જાણકારી અનુસાર પશ્ચિમ રેલવેએ ચક્રવાત બિપરજોયને કારણે હવામાનની સ્થિતિથી પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થતી 67 ટ્રેનોને રદ કરી દીધી છે. ભારતીય રેલ્વેની ઝોનલ ઓફિસે કહ્યું કે મુસાફરો માટે વિવિધ પ્રકારની સુરક્ષા અને સાવચેતી રાખવામાં આવી રહી છે.