Site icon Revoi.in

તૌકતે વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આદેશ

Social Share

અમદાવાદઃ અરબી સમદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડુની ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં અસર જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડાને પગલે સોમનાથમાં તા. 16મી મેના રોજ વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત 17મીએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે વરસાદ અને 40 થી 50 કિ.મી.એ પવન ફૂંકાશે. એટલું જ નહીં તા.18મીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયામાં 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધશે. જેને લઈને માછીમારોને દરિયો ખેડવા સુચના આપવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદુ બન્યું છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે.