Site icon Revoi.in

યુક્રેન-રશિયા યુદ્ધની અસરઃ યુએસમાં પેટ્રોલના ભાવ 14 વર્ષમાં સૌથી વધુ

Social Share

નવી દિલ્હીઃ યુ.એસ.માં એક લિટર પેટ્રોલની કિંમત યુએસ ગેલનને લિટર અને ડોલરને રૂપિયામાં ફેરવવા પર 86.97 રૂપિયા થાય છે. ભારતમાં મહિનાઓથી જે ભાવે પેટ્રોલ વેચાય છે તેના કરતાં તે સસ્તું છે. યુ.એસ.માં ઇંધણની કિંમતો વિક્રમી ઊંચી સપાટીએ છે પરંતુ તે હજુ પણ ભારતમાં દરોની સરખામણીમાં ઘણી ઓછી છે. 10 માર્ચના રોજ એક ગેલન ગેસોલિન (પેટ્રોલ)ની સરેરાશ કિંમત $4.31 (અંદાજે રૂ. 329) હતી. આ સપ્તાહમાં ગેસોલિનના ભાવ 14 વર્ષમાં સૌથી વધુ ઊંચા સ્તરે પહોંચી ગયા છે અને 17 જુલાઈ 2008ના રોજ સેટ કરાયેલા $4.11ના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યા છે. ડીઝલ પ્રતિ ગેલન $5.05 ની સરેરાશ કિંમતે પણ વધુ મોંઘું છે.

યુ.એસ.માં ઇંધણ લિટરમાં નહીં પણ ગેલનમાં વેચાય છે. એક યુએસ ગેલન 3.78 લિટર જેટલું છે, જ્યારે યુકે ગેલન, જેને ઇમ્પિરિયલ ગેલન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 4.54 લિટરનું માપ લે છે. તેથી, યુએસમાં એક લિટર પેટ્રોલની કિંમત યુએસ ગેલનને લિટરમાં અને ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરવા પર 86.97 રૂપિયા થાય છે. ભારતમાં ઘણા સામયથી  જે ભાવે પેટ્રોલ વેચાય છે તે તેના કરતાં તે સસ્તું છે. ભારતમાં લોકો ઘણા સામયથી પેટ્રોલના ભાવથી પરેશાન છે અને આ જાણી ને આશ્ચર્ય થશે કે યુક્રેન ક્રિસિસના કારણે આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે અને યુ.એ.સ માં પેટ્રોલના ભાવ ટોચ ઉપર છે તો પણ તે ભારતના જેટલા પેટ્રોલ ના ભાવ છે તેની સરખામણી માં ઘણા ઓછા છે.