- તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં 3 દિવસ જ ચાલશે
- કોરાનાન વધતા કેસો વચ્ચે લેવાયો નિર્ણય
અમદાવાદ – સમગ્ર દેશ ફરી એક વખત કોરોના મહામારીની ઝપેટમાં આવ્યો છે દિવસેને દિવસે કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તેની અસર અનેક કાર્યો પર પડી રહી છે,ગુજરાતમાં પણ કેસની સંખ્યા વધતી જોવા મળી છે ત્યારે ઈન્ડિયન રેલ્વે વિભાગ દ્રારા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના વધતા કેસો વચ્ચે હવે તેજસ ટ્રેનનું અઠવાડિયામાં 3 દિવસ ચંચતાલન કરવામાં આવશે .રેલ્વે વિભાગે ટ્રેન નંબર 82902/82901 ADI – MMCT – ADI તેજસ એક્સપ્રેસની 12.જાન્યુઆરી 2022 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી આ નીર્ણય લીધો છે. આ પ્રમાણે હવે અઠવાડિયાના 5 દિવસથી ઘટાડીને માત્ર અઠવાડિયામાં 3 દિવસ ટ્રેન દોડશે, આ ટ્રેન હવે માત્ર અઠવાડિયે બુધવાર અને સોમવારે જ સંચાલન કરાશે.
જો કે આ પહેલા તેજસ ટ્રેન અઠવાડિયામા દરમિયાન શુક્રવાર, શનિવાર અને રવિવારે ટ્રેન ચાલુ રહેશે. વર્તમાન સમયપત્રક મુજબ આ ટ્રેન 11 ફેબ્રુઆરી2022 થી અઠવાડિયામાં 5 દિવસ દોડાવવાનું આયોજન છે. આ સાથે જ જે તે પરિસ્થિતિ પ્રમાણે આ નિર્ણય બલદાઈ પણ શકે છે
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અસુવિધા ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે.સિસ્ટમ દ્વારા રદ કરાયેલી ટ્રેનોના તમામ મુસાફરોને એક SMS મોકલવામાં આવશે અને બેક-એન્ડ ટીમ દ્વારા એક ઈમેલ મોકલવામાં આવશે. આ સાથે જ સુનિશ્ચિત કરાશે કે તે મુસાફરોને ફોન કરીને પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવે.ત્યારે હવે અઠવાડિયામાં 3 જ દિવસ એ ટ્રેન દોડશે.