Site icon Revoi.in

જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં સ્પષ્ટ થઈ રહી છે: ભારત

Social Share

નવી દિલ્હીઃ ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું.

પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવામાનની આત્યંતિક ઘટનાઓ એટલી વારંવાર અને વધુને વધુ મજબૂત હોય છે કે, ખાસ કરીને વિકાસશીલ દેશોનાં લોકો પર તેની મોટી અસર પડી રહી છે. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તન અંગે ભારતે દરમિયાનગીરી કરી છે અને પુનરોચ્ચાર કર્યો છે કે વિકસિત દેશોએ એકત્ર થઈને 2030 સુધી દર વર્ષે ઓછામાં ઓછા 1.3 ટ્રિલિયન ડૉલરનું ભંડોળ પૂરું પાડવા પ્રતિબધ્ધ થવાની જરૂર છે.