Site icon Revoi.in

ગુજરાતમાં ભૂમાફિયાઓ સામે થશે કાર્યવાહી, લેન્ડ ગ્રેબિંગ એક્ટની આજથી અમલવારી

Social Share

અમદાવાદઃગુજરાતમાં જમીન ઉચાપત મામલે કાયદાનું બિલ વિધાનસભામાં લાવવામાં આવ્યું હતું. જેમાં જમીન માફિયાઓને કાબુમાં કરવાનો નિયમ બનાવ્યો છે. દરમિયાન રાજ્યમાં આજથી તેની અમલવારી શરૂ કરવામાં આવશે. જેથી હવે ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારોને 10થી14 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળશે. તે પહેલા સીએમ રૂપાણીએ જમીન ઉચાપત કાયદાને લઈને જણાવ્યું હતું કે, આજથી રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ શરૂ થશે. આ કેસ છ મહિનામાં પૂર્ણ થશે અને ઓછામાં ઓછી 10 વર્ષની કેદ થશે. આ કાયદામાં આપણે કોઇપણ વ્યક્તિ એની મિલકતમાં કોઇ ગેરકાયદેસર ઘુસી જતા હોય કે બારોબાર દસ્તાવેજ કરી દેતા હોય એ માટેની અસરકારકતા માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે. આ કાયદા હેઠળ કલેક્ટરને દસ્તાવેજો સાથે લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે. તેમજ સાત અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે આ કાયદામાં જોગવાઇ એ છે કે દર 15 દિવસમાં આની મિટિંગ થશે. રેવન્યૂ, પોલીસના કાયદાઓની ચકાસણી કરવામાં આવશે. જો આ ફરિયાદ ગેરવ્યાજબી હશે તો કાઢી નાંખવામાં આવશે અને વ્યાજબી હશે તો આગળ ચલાવવામાં આવશે.

ગુજરાત સરકારે અગાઉ યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિને રોકવા માટે કડક કાયદો લાવવા અને 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવાનો નિર્ણય લીધો હતો. કડક જોગવાઈઓ સાથે, ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ’ નામનો નવો કાયદો લાવવાની દરખાસ્તને કેબિનેટમા મંજૂરી આપવામાં આવી હતી. સરકાર તાત્કાલિક અસરથી સૂચિત કાયદાની જોગવાઈઓ લાગુ કરવા માટે વટહુકમ લાવશે તેવું તે સમયે નક્કી કરાયુ હતું.