Site icon Revoi.in

અમદાવાદ સહિત 20 નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલઃ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજા રદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ પોલીસ અધિકારી સહિત તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી નાખી હોવાનું જાણવા મળે છે. અનિવાર્ય સંજોગોમાં જ પોલીસ અધિકારી-કર્મચારીઓને રજા આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા સંક્રમણ અટકાવવા માટે આજથી રાતના 8થી સવારે 6 કલાક સુધી અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ પોલીસને રાત્રિ કરફ્યુનું અમલની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી પોલીસ દ્વારા રાત્રિ કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક સહિતના નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સંજોગોમાં રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. અનિવાર્યક સંજોગોમાં જ પોલીસ અધિકારી-કર્મચારીઓને રજા આપવામાં આવશે.