દિલ્હીઃ બોર્ડની પરિક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે.
જો કે વઘુમાં એમ પણ જણાવાયું છે કે વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. મહત્વની માહિતી એ છે કે કેન્દ્રએ બુધવારે નવી શિક્ષણ નીતિ (NEP) ના અનુરૂપ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ક્સ જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ, બોર્ડ પરીક્ષાઓ મહિનાના કોચિંગ અને રોટ લર્નિંગ સામે વિદ્યાર્થીઓની સમજણ અને પ્રાવીણ્યના સ્તરનું મૂલ્યાંકન કરશે.