ઑસ્ટ્રેલિયન કોર્ટનો શીખોના પક્ષમાં મહત્વનો નિર્ણય – શીખોને શાળામાં કિરપાન પહેરવા પર પ્રતિબંધ મૂકતા કાયદાને કર્યો રદ
દિલ્હીઃ- દેશની બહાર વિદેશમાં ઘણા ભારતીયો વસી રહ્યા છે જે પોતાની પરંપરા અને સંસંકૃતિને પણ અનુસરતા હોય છે જો કે ઓસ્ટ્રેલિયાની કોર્ટનો એક કાદયો હતો કે શીખોના બાળકો અહીની શાળાઆમાં કિરપાન પહેલીને ન આવી શકે જો કે હવે ઓસ્ટ્રેલિયનની કોર્ટે શીખોની તરફેણમાં હવે એક મહત્વનો નિર્ણય લીઘો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યની સર્વોચ્ચ અદાલતે શીખ વિદ્યાર્થીઓને શાળાના પરિસરમાં કિરપાન પહેરવા પર પ્રતિબંધ મૂકતા કાયદાને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો છે.
પ્રાઈવેટ લો ફર્મ પોટ્સ લોયર્સ ક્વીન્સલેન્ડના વકીલે જણાવ્યું હતું કે કાયદાનો અર્થ એ છે કે શીખ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને તેમની ધાર્મિક માન્યતાઓને અસરકારક રીતે પ્રેક્ટિસ કરી શકતા નથી. તેમણે કહ્યું કે કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાથી શીખ વિદ્યાર્થીઓને તેમની આસ્થાનું પાલન કરવાની સ્વતંત્રતા મળશે.
આ મામલે જો મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો ક્વીન્સલેન્ડની ચીફ કોર્ટે કમલજીત કૌર અઠવાલની અરજી પર આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે . જેમાં તેમણે ગયા વર્ષના રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો છેવટે તેઓની જીત થી છે.
તેમણે કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રતિબંધ કિરપાન સાથે ભેદભાવ કરે છે, જે શીખોના પાંચ ધાર્મિક પ્રતીકોમાંથી એક છે. શીખોએ તેમની આસ્થા પ્રમાણે તેને હંમેશા પોતાની સાથે રાખવી જોઈએ.
જાણકારી પ્રમાણે કિરપાન એ શીખ ધર્મનો અભિન્ન અંગ છે. તે પાંચ ધાર્મિક પ્રતીકોમાંનું એક છે જે તેઓ તેમની શ્રદ્ધાના ભાગરૂપે દરેક સમયે તેમની સાથે રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વીન્સલેન્ડ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે વંશીય ભેદભાવ અધિનિયમ (RDA) હેઠળ શીખ વિદ્યાર્થીઓને શાળાઓમાં કિરપાન ધારણ કરવા પરનો પ્રતિબંધ ગેરબંધારણીય છે. અગાઉ નીચલી અદાલતે કાયદામાં ભેદભાવ હોવાના દાવાને ફગાવી દીધો હતો. પરંતુ હવે ક્વીન્સલેન્ડ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શીખોની તરફેણમાં નિર્ણય આવ્યો છે.