Site icon Revoi.in

કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત – આવતા મહિને સંસદનું વિશેષ સત્ર યોજાશે, જે 5 દિવસ સુધી ચાલશે

Social Share

દિલ્હીઃ- પીએમ મોદી દ્રારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જે નિર્ણયથી સૌ કોઈ ચૌંકી ઉઠ્યા છે કારણ કે મોદી સરકારે સપ્ટેમ્બર મહિનામાં 5 દિવસના ખાસ સંસજના સત્રની જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગહત પ્રમાણે આજરોજ ગુરુવારે કેન્દ્ર સરકારે ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વારા આની જાહેરાત કરી હતી. મોદી સરકારના આ નિર્ણય બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર 10થી વધુ મહત્વના બિલો રજૂ કરવામાં આવશે. બિલને કારણે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સંસદના સલત્રને લઈને કહ્યું કે , ‘સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં 5 બેઠકો થશે. અમૃતકાળ દરમિયાન સંસદના આ વિશેષ સત્રમાં સાર્થક ચર્ચા થવાની અપેક્ષા છે.”

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે, દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજકારણમાં અલગ-અલગ ઘટનાઓ જોવા મળી રહી છે. . એક તરફ 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ રહી છે, તો બીજી તરફ મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે જેનાથઈ અનેક અટકળો સામે આવી રહી છે.