- શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું
- આ પહેલા પર તેમના રાજીનામાની અનેક અટકળો વહેતી થઈ હતી
દિલ્હીઃ- મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,છેલ્લા ઘણા દિવસોથી એનસીપી નેતા શરદ પવાર બીજેપીમાં જોડાવાની વાત વહેતી થી હતી જો કે ત્યાર બાદ તેમણએ પોતે આ વાતનો ઈનકાર કર્યો હતો ત્યારે હવે શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવાના મહત્વના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજકારણી શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પવાર દેશના ટોચના વિપક્ષી નેતાઓમાંના એક છે અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારની રચના કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
તેમણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, સંરક્ષણ અને કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે સેવા આપી હતી, તેમને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પછી MVA સરકાર બનાવવા માટે NCP, કોંગ્રેસ અને વૈચારિક રીતે ભિન્ન શિવસેનાને સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકરણમાં જાણીતું નામ રહેલા શરદ પવારે હવે અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેમના પુસ્તકના પ્રકાશન સમયે તેમણે કહ્યું હતું કે આજે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી નિવૃત્તિ લેવાનો મહત્વનો નિર્ણય લીધો છે.આ સામાચાર વાયવેગ પ્રસરતાની સાથે અનેક અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જો કે પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના ભત્રીજા અને NCP નેતા અજિત પવારના નવા રાજકીય પગલા અંગે અટકળો ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ભાજપ સાથે હાથ મિલાવશે. જો કે અજિત પવારે પણ આ અટકળોને ફગાવી દીધી છે.
જો કે હવે શરદ પવારે કરેલી જાહેરાત બાદ સવાલ એ ઊભો થયો છે કે પવાર આ પદ કોને સોંપશે. હાલ અજિત પવારને પણ એનસીપી અધ્યક્ષ પદ માટે પ્રતિસ્પર્ધી તરીકે જોવામાં આવે છે. તે જ સમયે, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને પવારની ઉત્તરાધિકારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આગામી અધ્યક્ષ પદની લડાઈ રસાકસીથી ભરેલી રસપ્રદ હોય શકે છે.