Site icon Revoi.in

પીએમ મોદીનો મહત્વપૂર્ણ નિર્ણય, NEET PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી

Social Share

દિલ્હી : કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ વડાપ્રધાને તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ લીધેલા નિર્ણયોમાંથી એક એ છે કે NEET-PG ની પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવી.

પીએમઓએ કહ્યું કે,કોવિડ કર્તવ્યોના 100 દિવસો પુરા કરનાર તબીબ કર્મીઓને  નિયમિત સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.મેડીકલ ઇન્ટર્નને તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ પ્રબંધક કાર્યો માટે તૈયાર કરવામાં આવશે.

પીએમઓએ કહ્યું કે,એમબીબીએસના ફાઇલ વર્ષના વિદ્યાર્થીઓ માઈલડ કોવિડ કેસની ટેલિ કાઉન્સલિંગ અને મોનેટરિંગના કામોમાં રોકવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમની ફેકલ્ટીની દેખરેખ હેઠળ કામ કરશે. BSc/GNM ક્વોલિફાઇડ નર્સને સિનિયર ડોકટરો અને નર્સોની દેખરેખ હેઠળ ફૂલ ટાઇમ કોવિડ નર્સિંગ ડ્યુટીમાં રોકવામાં આવશે.

પીએમઓના કહેવા મુજબ,કોવિડ ડ્યુટીમાં રોકાયેલા તબીબી કર્મચારીઓ 100 દિવસનું કાર્ય પૂર્ણ કરશે,તેઓને વડાપ્રધાનના પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,રવિવારે વડાપ્રધાને હેલ્થ એક્સપર્ટ સાથે વર્ચુઅલ મીટિંગ કરી હતી. આ તમામ નિર્ણયો આ બેઠકમાં જ લેવામાં આવ્યા હતા. રવિવારે બપોરે સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે,મેડીકલની પ્રવેશ પરીક્ષા NEET ને મોકૂફ કરવામાં આવી શકાય છે. આ ઉપરાંત એમબીબીએસ અને નર્સિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં તૈનાત કરવાનું પણ નક્કી કરવામાં આવી શકાય છે.

હવે રવિવારે સૂત્રોના સમાચારથી વડાપ્રધાન કાર્યાલયની પુષ્ટિ થઈ છે. NEET PG ની પરીક્ષા મુલતવી રાખવાની નોટિસ પણ ટૂંક સમયમાં આવી શકે છે.