- ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ
- 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે
દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. જેના પગલે રાજ્યની ભાજપ સરકાર સફાળી જાગી છે. તેમજ આવી જ ઘટનાઓ અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સરકાર કેટલાય વિભાગ અને જિલ્લાઓના કમિશનર દ્વારા આ સર્વે કરાવશે. ભાજપના વિધાનસભ્ય શેખરની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં જબરદસ્તી ધર્માંતરણ અટકાવવા માટે આ પગલું જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે પછાત જાતિઓના પ્રતિનિધિઓ અને અલ્પસંખ્યક વિભાગ, ગૃહ, રેવન્યુ અને કાયદા વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં આશરે 1790 ચર્ચ છે. આ ચર્ચોમાં કેટલામાં ગેરકાયદે તરીકે ચલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયના મુજબ જબરદસ્તીથી ધર્માંતરણના 36 કેસ રિપોર્ટ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉત્તરભારતમાં હિન્દુ મુસબધિર વિદ્યાર્થીઓને નિશાન બનાવીને બ્રેન વોશ કરીને ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના સામે આવી હતી. જેથી સમગ્ર દેશની પોલીસ અને સરકાર સતર્ક બની ગઈ છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં લવજેહાદનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે.
(PHOTO-FILE)