Site icon Revoi.in

ભારત-નેપાળની ભાગીદારી વધુ મજબૂત બનાવવા મહત્વના નિર્ણયો લેવાયા

Social Share

દિલ્હીઃ- નેપાળના પ્રધાનમંત્રી ભારતની 4 દિવસીય  ુલાકાતે ગઈકાલે આવી પહોચ્યા છે ત્યારે પ્રચંડની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.  ત્યારે આજરોજ ગુરુવારે પીએમ  મોદીએ ગુનેપાળી સમકક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી.

બન્ને નેતાઓ વચ્ચે થયેલી આ વાતોઘાટોમાં ઊર્જા, કનેક્ટિવિટી અને વેપાર સહિતના અનેક ક્ષેત્રોમાં ભારત-નેપાળ સહકારને પ્રોત્સાહન આપવા અંગો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેપાળી સમકક્ષે ભારતમાં રૂપૈદિહા અને નેપાળમાં નેપાળગંજ ખાતે સંકલિત ચેક પોસ્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ ઉદ્ધાટન પ્રસંગે  મોદીએ આ પ્રસંગે કહ્યું કે આજે વડાપ્રધાન પ્રચંડજી અને મેં અમારી ભાગીદારીને ભવિષ્યમાં વધુ સારી બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતના સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. દ્વિપક્ષીય ચર્ચામાં રામાયણ સર્કિટના વિકાસ કાર્યોને ઝડપી બનાવવામાં આવશે.

આ સહીત તેમણે એમ પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચેના મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને દેશોના વડા પ્રધાનોએ સંયુક્ત રીતે કુર્થા-બિજલપુરા રેલવે સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે. અમે કનેક્ટિવિટી વધારવા માટે નવી રેલ લિંક બનાવી છે. ભારત અને નેપાળ વચ્ચે લાંબા ગાળાના પાવર ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેનાથી આપણું પાવર સેક્ટર મજબૂત થશે. ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો વર્ષો જૂના છે અને તેને વધુ મજબૂત કરવામાં આવશે.

આ સહીત પીએમ મોદીએ એમ પણ  કહ્યું કે નવ વર્ષ પહેલા 2014માં મેં પ્રથમ વખત નેપાળની મુલાકાત લીધી હતી. તે સમયે મેં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે HIT ફોર્મ્યુલા આપી હતી. જે અંતર્ગત હાઈવે, આઈ-વે અને ટ્રાન્સ-વે બનાવવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ નેપાળી સમકક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ સાથે વાતચીત કર્યા બાદ કહ્યું કે, અમે ભારત-નેપાળ સંબંધોને હિમાલયની ઊંચાઈ પર લઈ જવાના પ્રયાસો ચાલુ રાખીશું. PM મોદીએ કહ્યું, “ભારત અને નેપાળે વેપાર અને ઉર્જા સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે સાત કરારો પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન પ્રચંડ અને મેં અમારી ભાગીદારીને ભવિષ્યમાં ‘સુપર હિટ’ બનાવવા માટે આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કરાર પૂર્ણ થયો છે.