- ઈયરફોનના વપરાશકારો આ વાંચો
- ઈયરફોનનો ન કરો વધારે ઉપયોગ
- આ પ્રકારે કરે છે તે કાનને નુક્સાન
કેટલાક લોકો મોબાઈલ હાથમાં ન પકડી રાખવો પડે તે માટે બ્લ્યુટૂથ અથવા આજકાલના ફેશનમાં ચાલી રહેલા એરપોર્ડ્સ અને ઈયરબર્ડનો ઉપયોગ કરતા હોય છે. આ વાતને લઈને જાણકારો દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેને લઈને લોકોએ સરર્ક થવાની જરૂર છે.
ઇયરફોનનો ઉપયોગ કરવો ખોટો નથી, પરંતુ કલાકો સુધી તેનો સતત ઉપયોગ કરવો ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. 50 ટકા યુવાનોમાં કાનની સમસ્યાનું કારણ ઇયરફોનનો સતત ઉપયોગ છે. ઇયરફોનના સતત ઉપયોગને કારણે કાનમાં દુખાવો, માથાનો દુખાવો, ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ થવી એ સામાન્ય છે.
આ બાબતે દિલ્લીના જાણકાર કહે છે કે ઇયરફોનના સતત ઉપયોગથી આપણી સાંભળવાની શક્તિ 40 ડેસિબલ સુધી ઘટે છે. ઇયરફોનના સતત ઉપયોગથી કાનનો પડદો વાઇબ્રેટ થાય છે અને જેના કારણે તે ખરાબ થવાની અથવા તેમા નુકસાન થવાની સંભાવના વધી જાય છે. આના કારણે કાનમાં છન -છન જેવો અવાજ સંભળાવવો, ચક્કર આવવા, કળતર વગેરે સમસ્યાઓ થાય છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇયરફોનને કારણે કાનને નુકસાન થવાના કેસોમા અને માર્ગ અકસ્માતોમા ઘણો વધારો જોવા મળ્યો છે. તાજેતરના વર્ષોમાં આ એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે. મોટેથી સંગીત સાંભળવાથી માનસિક સમસ્યાઓ થઈ શકે છે, તેમજ હૃદયરોગ અને કેન્સરની શક્યતા પણ વધી જાય છે. ઇયરફોનમાં 100 ડીબી સુધીનો અવાજ આવી શકે છે, જે તમારા કાનને નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે. સામાન્ય રીતે કાન 65 ડેસિબલ અવાજને સહન કરી શકે છે, જ્યારે 85 ડેસિબલથી વધુ અવાજ કાન માટે જોખમી છે. જો ઇયરફોન પર 40 કલાકથી વધુ સમય સુધી 90 ડેસિબલનો અવાજ સંભળાય તો કાનની નસો સંપૂર્ણપણે ડેડ થઈ જાય છે.