Site icon Revoi.in

શા માટે પડે છે વીજળી? જાણો વીજળી પડવા પાછળનું કારણ

Social Share

નવી દિલ્હી: કુદરતની માયા તો અપરંપાર છે. મેઘ જ્યારે વરસે છે ત્યારે તેની સાથો સાથ ક્યારેક ગર્જના સાથે વીજળી પણ ચમકવાની કે પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વીજળી શા માટે પડે છે?

વાદળોની અંદર જ્યારે ગરમ હવાના કણો ઉપર જવા માંગે છે અને આ સમય દરમિયાન તેઓ ઠંડી હવાના સ્ફટિકો સાથે ટકરાતા હોય છે અને આ વીજળીનો ચમક બનાવે છે. વાદળો વચ્ચેની અથડામણ એટલી જોરદાર હોય છે કે તેના દ્વારા ઉત્પદન્ન થતી વીજળી સૂર્યની સપાટી કરતા ત્રણ ગણી વધારે ગરમ હોય છે. આ દરમિયાન જોરથી ગર્જનાનો અવાજ પણ આવે છે.

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ આકાશી વીજળી ધરતી પર પહોંચ્યા પછી એવું માધ્યમ શોધે છે જ્યાંથી તે પસાર થઈ શકે છે.

આકાશી વીજળીનું તાપમાન સૂર્યની ટોચની સપાટી કરતા વધારે છે. તેની ક્ષમતા 300 કિલોવૉટ કરતા વધુ ચાર્જની હોય છે. આ વીજળી એક સેકન્ડ કરતાં પણ ઓછી સમય માટે રહે છે.

જો આ અવકાશી વીજળી ઈલેક્ટ્રિક ધ્રુવોના સંપર્કમાં આવે છે તો તે તેના માટે કંડક્ટર (સંચાલક) તરીકે કાર્ય કરે છે, પરંતુ તે સમયે જ્યારે કોઈ તેની પરિઘિમાં આવે છે તો તે ચાર્જ માટે શ્રેષ્ઠ વાહક તરીકે કાર્ય કરે છે. તે મનુષ્યના માથા, ગળા અને ખભા પર સૌથી વધુ અસર કરે છે.

જો તમે વાવાઝોડા સમયે ઘરની અંદર હોય તો ઘરની અંદર જ રહેવું જોઈએ. વીજળી ઉત્પન્ન કરતી ચીજોથી દૂર રાખો, જેમ કે રેડિએટર્સ, ફોન, મેટલ પાઈપ, સ્ટવ વગેરે.