- PANઅને આધાર સાથે લિંક કરવા સેબીનો અનુરોધ
- જો રોકાણકારો આમ નહીં કરે તો માર્કેટમાં ટ્રાન્ઝેક્શન બનશે અવરોધરૂપ
- સેબીએ રોકાણકારોને વહેલી તકે આ કામ પૂરું કરવા કહ્યું
નવી દિલ્હી: રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. માર્કેટ નિયામક સેબીએ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના PANને આધાર સાથે લિંક કરવા કહ્યું છે. સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોના રોકાણમાં કોઇ વિધ્ન કે અવરોધ ના આવે તે હેતુસર સેબીએ રોકાણકારોને વહેલી તકે આ કામ પૂર્ણ કરવા કહ્યું છે.
સેબીએ સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સના એક નોટિફિકેશનને ટાંકીને કહ્યું છે કે, જો 30 સપ્ટેમ્બર સુધીમાં PAN અને આધારને લિંક નહીં કરવામાં આવે તો PAN નિષ્ક્રિય થઇ જશે. પાન કાર્ડ વગર કોઇપણ પ્રકાનરું ટ્રાન્ઝેક્શન શક્ય થશે નહીં. સેબીએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર, 2021 પહેલા રોકાણકારોના પાન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની ખાતરી કરવા જણાવ્યું છે.
આવકવેરા વિભાગની ચેતવણી પ્રમાણે PANને આધાર સાથે લિંક નહીં કરાય તો તેમનું PAN નિષ્ક્રિય થઇ જશે. આ પછી નાણાકીય વ્યવહારો માટે પણ PANનો ઉપયોગ થઇ શકશે નહીં. પાનકાર્ડને ઑનલાઇન આધાર સાથે લિંક કરી શકીએ છીએ.
આ રીતે કરો લિંક
સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો. ઇન્કમટેક્સની વેબસાઇટ પર લોડ વધતા અને ઑનલાઇન પોર્ટલમાં પણ લોડ વધતા આવકવેરા વિભાગે આ સુવિધા પૂરી પાડી છે.