1. Home
  2. ગુજરાતી
  3. સવારના મહત્વાના સમાચારઃ પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ
સવારના મહત્વાના સમાચારઃ પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ

સવારના મહત્વાના સમાચારઃ પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ

0
Social Share

લોકસભાની ચૂંટણી બાદ આજે એનડીએ અને ઈન્ડી ગઠબંધનની બેઠક મળશે… આગળની રણનીતિ તૈયાર કરાશે…

પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ… ભાજપાના મહત્વના એજન્ડાને અસર થવાની શકયતાઓ…

દિલ્હીમાં કેન્દ્રીય રાજકારણ ગરમાયું, એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે નીતિશકુમાર અને ચિરાગ પાસવાસ રાજધાની પહોંચ્યાં…

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નરેન્દ્ર મોદી દુનિયાભારમાંથી શુભેચ્છાઓ મળી… માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ઈટાલી, ભૂટાનના પ્રધાનમંત્રીએ PM મોદીને સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા….

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે…. લોકસભા ભંગ કરવાની ભલામણ કરાય તેવી સંભાવના….
ભાજપને બહુમતી ન મળતા આર્થિક સુધારાની ગતિ પડી શકે છે મંદ, ચીનના મીડિયાએ કર્યો દાવો…

બિહારથી એક ફ્લાઈટમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે દિલ્હી જવા થયા રવાના, નીતિશ એનડીએની બેઠકમાં અને તેજસ્વી ઈન્ડી ગઠબંધનની બેઠકમાં લેશે ભાગ…

ભારતીય શેરબજારમાં ગઈકાલે આવેલા કડાકા બાદ આજે રોકાણકારોને સામાન્ય રાહત, બીએસઈમાં 650 પોઈન્ટનો વધારો, નિફ્ટી 22000ને પાર…..

આઈસીસી ટી20 વિશ્વકપમાં આજથી ભારતના અભિયાનનો પ્રારંભ,.. ભારત-આયરલેન્ડ વચ્ચે રમાશે મેચ…

દેશમાં ચોમાસુ ધીમે ધીમે વધી રહ્યું છે આગળ, પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી….

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code