Site icon Revoi.in

ભીખુભાઈ દલસાણિયાને સોંપાઈ મહત્વની જવાબદારીઃ બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં વર્ષોથી કાર્યરત ભીખુભાઈ દલસાણિયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવાયાં છે. ગુજરાત ભાજપમાં સંગઠનને મજબુત કરવા માટે ભીખુભાઈ દલસાણિયાએ મહત્વની ભૂમિકા નીભાવી છે. જો કે, તાજેતરમાં જ ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી ભીખુભાઈને ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રીની છેલ્લા 10 વર્ષથી ભીખુભાઈ દલસાણિયા જવાબદારી નિભાવતા હતા. જો કે, તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી ભીખુભાઈને ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતાઓ ભાજપના કાર્યકરોએ વ્યક્ત કરી હતી. દરમિયાન હવે બિહાર ભાજપના સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયાની નિયુક્તિ કરવામાં આવી છે.

ભાજપના સિનિયર નેતા ભીખુભાઈએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘1997 થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી ફરજ પર રહેવાનો મને લ્હાવો મળ્યો. વરિષ્ઠ નેતાઓના આશિર્વાદ-માર્ગદર્શન-પ્રેમ અને ઉદારતાથી આ શક્ય બન્યું. તમામ કાર્યકર્તાઓના અપાર-આદર અને સ્નેહ-સહયોગથી સંતોષ અને આનંદ છે. હવે માં ગંગાના કિનારે બિહારમાં વિહાર કરીશું. એક ભારત શ્રેષ્ઠ ભારત. પ્રણામ.’