Site icon Revoi.in

સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર: હૃદયમાં પ્રગટતો ચેતનાનો એક તણખો, જાણો તેમના તેજસ્વી વ્યક્તિત્વ વિશે

Social Share
સંકેત મહેતા

હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ)ને વિકસિત કરવાનો જેને સંપૂર્ણ શ્રેય જાય છે એવા સ્વાતંત્ર્ય વીર સાવરકરને ભારતીય ઇતિહાસમાં સ્વાધિનતા સંગ્રામના તેજસ્વી સેનાની પણ માનવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત તેઓ એક મહાન ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવી, ઓજસ્વી વક્તા અને દૂરદર્શી રાજનેતા પણ હતા. તેમની વ્યક્તિત્વની એવી પ્રતિભા હતી કે તેઓએ બ્રિટિશ શાસનને પણ હલાવી નાંખ્યું હતું.

વર્ષ 1904માં એક ક્રાંતિકારી સંગઠન ‘અભિનવ ભારત’ની સ્થાપના કરનાર વીર સાવરકરનો જન્મ નાસિકના ભાંગુર ગામમાં થયો હતો. વર્ષ 1905માં બંગાળ વિભાજન બાદ તેમણે પૂણેમાં વિદેશી કપડાંની હોળી સળગાવી હતી. સાવરકર રશિયન ક્રાંતિકારીઓથી વિશેષ રીતે પ્રભાવિત હતા. 10મે, 1907માં તેમણે ઇન્ડિયા હાઉસ, લંડનમાં પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સ્વર્ણ જયંતિ મનાવી હતી.

સ્વાતંત્ર્ય સેનાની અને સપૂત એવા વીર સાવરકરના વ્યક્તિત્વ વિશેના આ 10 રોચક તથ્યો તેમને ખાસ બનાવે છે.

આજીવન કેદની સજા

1 જુલાઇ, 1909માં મદનલાલ ઢીંગરા દ્વારા વિલિયમ હટ કર્જન વાયલીને ગોળી મારવામાં આવ્યા બાદ તેમણે લંડન ટાઇમ્સમાં એક લેખ લખ્યો હતો. તે બાદ 13 મે, 1910માં પેરિસથી લંડન પહોચતા તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જુલાઇમાં તે ભાગી ગયા હતા. 24 ડિસેમ્બરમાં તેમણે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. 1911માં એક અન્ય મામલામાં સાવરકરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. તે બાદ નાસિક જિલ્લાના કલેક્ટર જૈક્સનની હત્યા માટે નાસિક ષડયંત્ર કાંડ અંતર્ગત સાવરકરને 11 એપ્રિલે કાલા પાનીની સજા આપવામાં આવી હતી.

10 વર્ષ ભોગવી કાલા પાનીની સજા

આ દરમિયાન તેમણે સેલુલર જેલ મોકલવામાં આવ્યા હતા. આ જેલમાં સ્વતંત્રતા સેનાનીઓએ પરિશ્રમ કરવો પડતો હતો. કેદીઓને અહી નારિયળ છોલીને તેમાંથી તેલ કાઢવો પડતો હતો. આટલુ જ નહી તેમણે કોલ્હૂમાં બળદની જેમ સરસો અને નારિયળનું તેલ કાઢવુ પડતુ હતું. આ બધા સિવાય તેમણે જંગલોને સાફ કરવા પડતા હતા. જો કોઇ પણ કેદી કામ કરતા સમયે થાકીને ઉભો રહે તો તેમણે કોડાથી મારવામાં આવતા હતા. ત્યા હાજર કેદીઓને ભરપેટ ભોજન પણ આપવામાં આવતુ નહતું. સાવરકર આ જેલમાં 10 વર્ષ સુધી રહ્યાં જે બાદ 21 મે, 1921માં તેમણે છોડી મુકવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ દેશમાં પરત ફર્યા અને 3 વર્ષ ફરી સજા ભોગવી. આ દરમિયાન જેલમાં તેમણે હિન્દુત્વ પર શોધ ગ્રંથ પણ લખ્યો. 26 ફેબ્રુઆરી, 1966માં 82 વર્ષની ઉંમરમાં તેમનું મુંબઇમાં નિધન થયુ હતું.

સાવરકરના કેટલાક વિચારો ખાસ કરીને હિન્દુ રાષ્ટ્રનો આદર્શ વિવાદાસ્પદ અને આલોચનાત્મકને પાત્ર ઠર્યા છે. જો કે સાવરકર પોતે પોતાના વિચારોમાં સ્પષ્ટ હતા. તેઓના વિચારો સ્પષ્ટ હતા કે, “ધર્મ, રાષ્ટ્ર, મનુષ્યના હાથમાં હાથ પરોવી, એક જ ઇશ્વર અને એક જ મંદિરેથી એક જ ભાષા વડે એક જ સત્યના વિજય માટે સમગ્ર માનવતા સંઘર્ષ કરે એ જ હિન્દુ સંગઠનનું મહત્વનું અનન્ય ધ્યેય છે. જે કોઇ હિંદુસ્તાનમાં રહે અને હિંદુસ્તાન તરફ વફાદાર હોય એ હિંદુ – પછી ભલે એનો ધર્મ મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે યહૂદી હોય.”

નોંધનીય છે કે, વીર સાવરકર કોઇ વિશેષ નામ નથી. એક વિચાર છે, એક સ્પંદન છે. આઝાદીના આશકો માટે એક મશાલ છે. પરતંત્રતા સામે સ્વતંત્રતાની એક ક્રાંતિકારી ચિનગારી છે. હૃદયમાં પ્રગટતો ચેતનાનો એક તણખો છે.