Site icon Revoi.in

વાંચો ધરતીથી 3000 ફૂટ નીચે વસેલા આ રહસ્યમયી ગામ વિશે, અહીંયા કોરોનાનો એક પણ કેસ નથી

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કેટલાક એવા અજીબો ગરીબ અને રહસ્યમય ગામો છે જેના વિશે વાંચવાનું અને સાંભળવાનું હંમેશા રસપ્રદ લાગે. મધ્યપ્રદેશના છિંદવાડા જીલ્લામાં એક એવું રહસ્યમયી ગામ છે જ્યાં સુરજની કિરણો કે કોરના વાયરસ કંઇ પહોંચી શક્યું નથી.

આપને જાણીને નવાઇ લાગશે કે આ ગામમાં અત્યારસુધીમાં એકપણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. છિંદવાડા જીલ્લાના રહસ્યમયી ગામ પાતાલકોટમાં ઔષધિના છોડનો ખજાનો છે. આ ક્ષેત્રમાં ચારેબાજુ પહાડ છે જેના કારણે સીધો તડકો પણ આવી શકતો નથી.

આ ગામ ભૌગોલિક રીતે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 50 કિમી દૂર સતપુડાના પહાડોમાં પાતાલકોટ વસેલું છે. જેમાં 21 ગામ છે પરંતુ 12 ગામ જ વ્યસ્થિત રીતે વસેલા છે. બીજા ગામમાં કેટલીક ઝૂંપડીઓ છે અને ત્યાં ભૂરિયા જનજાતિના લોકો વસેલા છે.

એક માન્યતા અનુસાર માતા સીતા આ સ્થાને ધરતીમાં સમાઇ ગયા હતા. જ્યારે અન્ય લોકો કહે છે કે રામાયણ સમયમાં હનુમાનજી પણ અહિરાવણની ચંગુલથી બચીને આ રસ્તેથી પાતાળલોક ગયા હતા.

આ ગામ ધરતીથી 3000 ફૂટ નીચે આવેલું છે જેને કારણે અહીંયા તડકો જઇ શકતો નથી. આ જ કારણોસર ભરબપોરે પણ તમને સાંજ જેવો અહેસાસ થાય છે. કેટલાક વર્ષો પહેલા ગામના લોકો ઉંડા હિસ્સાથી ઉપર આવીને વસ્યા હતા, જે બાદ અહીંયા 4-5 કલાક સુધી તડકો આવે છે. કેટલાક ગામમાં તો ક્યારેય તડકો આવતો જ નથી.

સમગ્ર દેશમાં જ્યારે દોઢ વર્ષથી વધારે સમયથી કોરોના વાયરસનો કહેર યથાવત છે પરંતુ પાતાલકોટના આ ગામોમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. બ્લોક મેડિકલ ઓફીસરે કહ્યું કે, આજ સુધી આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. તે પાછળ મોટું કારણ તે પણ છે કે બહારના લોકોનું અહી પહોંચવું મુશ્કેલ છે.