- મહિલા પિયર પક્ષને સંપતિનો વારસદારનો હક આપી શકે છે
- સુપ્રીમ કોર્ટએ આ મહત્વનો ટૂકાદો આપ્યો છે
દિલ્હી – આજની તારીખમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે હિન્દુ ઘર્મની કોઈ પણ મહિલાના પિતા અને પિયરના પિતા પક્ષના દરેક સગાબંધીઓને પોતાની સંપત્તિમાં વારસદારનો દરજ્જો આપી શકે છે, પિયર પરિવારના કુટુંબના સભ્યોને પરિવારની બહારના વ્યક્તિ તરીકે ગણી નહી શકાય હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D ના અંતર્ગત આ નિયમ છે.
સુપ્રીમ કોર્ટએ આપેલ આ ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે, મહિલાના પિતાના કુંટુંબના સભ્યો હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, વર્ષ 1956 ની કલમ 15 2 ડી અંતર્ગત વારસાના દરજ્જામાં સમાવેશ પામે છે,
આ સમગ્ર બાબતે ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું હતું કે,કકલમ 13.1.D થી એ બાબત સ્પષ્ટ થાય છે કે પિતાના વારસદારોને વારસદાર ગણાય છે, જે સંપત્તિનો હવાલો લેવામાં સક્ષમ છે. પરંતુ જ્યારે મહિલાના પિતા તરફથી આવેલા વારસદારોનો સમાવેશ કરવામાં આવે છે, જે સંપતિ મેળવી શકે છે તો એવામાં એવું ના કહી શકાય કે તેઓ પરિવારના સભ્યો નથી.તેમણે કાનુની રીતે પરિવારના સભ્યો જ ગણાવવામાં આવશે.
આ ચૂકાદો ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે એક મહિલાને તેમા પતિ તરફથી સંપત્તિ મળી હતી, વર્ષ 1953 માં પતિનું અવસાન થયું હતું. તેમને વારસામાં કોઈ સંતાન ન હતું, જેના કારણે પત્નીને જમીનનો અડધો ભાગ મળ્યો હતો.
ત્યાર બાદ સક્સેસન એક્ટ, 1956 પછી કલમ 14 મુજબ આ પત્ની સંપત્તિની એકમાત્ર વારસદાર બની . ત્યાર બાદ આ જગ્નના નામની મહિલાએ આ સંપત્તિ માટે કરાર કર્યો અને તેની મિલકત તેના ભાઈના દિકરાના નામે કરી આપી. આ પછી, 1991 માં તેના ભાઇના પુત્રોએ તેની મિલકતની માલિકી જાહેર કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો કર્યો ત્યારે તે મહિલાએ સહમતિ દર્શાવી જ હતી.
શું હતી સમગ્ર ઘટના જાણો –
કોર્ટએ હવે જગ્નોના ભાઈના પુત્રોના નામે સંપત્તિની માલિકી પસાર કરી છે, પરંતુ આ માલિકી વિશે જગ્નોના પતિના ભાઈઓએ વિરોધ કર્યો હતો. અને તેણે ભલામણના હુકમનામાને પડકાર્યો હતો. તેમણે કહ્યું કે હિન્દુ વિધવા તેના પિતાના પરિવાર સાથે સંયુક્ત હિન્દુ પરિવારની રચના નથી કરતી. તેથી આ સંપત્તિ તેના પિતાના સંતાનોના નામે ન કરી શકે. પારિવારિક સમાધાન ફક્ત તેમની સાથે જ થઈ શકે છે જેમની પાસે સંપત્તિમાં પહેલેથી જ હક છે. ત્યારે આ મામલે હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ આવ્યો.
સાહિન-