Site icon Revoi.in

સુંદર અને મુલાયમ વાળ માટે આહારમાં કરો આટલો સુધારો, થશે ફાયદો

Social Share

લોકો વાળની જાણવણી માટે ઘણા પ્રકારના શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરે છે. આ ઉત્પાદનોનો ઉપયોગ કરતી વખતે, લોકો ઈચ્છે છે કે આ ઉત્પાદનોનો ઉપયોગ કરીને વાળ લાંબા અને ઘટ્ટ બને. આ ઈચ્છા પૂરી કરવા માટે ઘણા લોકો પોતાના વાળમાં કેમિકલથી બનેલી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આટલા પ્રયત્નો પછી પણ સારા વાળ મેળવવા શક્ય નથી હોતા, આવું એટલા માટે થાય છે કારણ કે આ વસ્તુઓ વાળને ઉપર-ઉપરથી પોષણ આપવાનું કામ કરે છે પરંતુ આંતરિક પોષણ આપી શકતી નથી. તો ઘરે નીચેની વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સુંદર અને મજબુત બનાવી શકો છો.

શક્કરીયાઃ જો તમારા વાળ ખરી રહ્યા છે, તો વાળને મૂળમાંથી પોષણ આપવા માટે તમારા આહારમાં શક્કરિયાનો પણ સમાવેશ કરી શકો છો. શક્કરીયામાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળને મજબૂત અને ઘટ્ટ કરવામાં મદદ કરે છે.

ગાજરઃ તમે તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ગાજરનું સેવન પણ કરી શકો છો. ગાજરમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળને છેડાથી લઈને મૂળ સુધી મજબૂત બનાવે છે. ગાજરનું સેવન આંખો માટે પણ સારું માનવામાં આવે છે.

ઇંડાઃ ઘણા લોકો વાળને ચમકદાર અને મજબૂત બનાવવા માટે ઈંડાનો ઉપયોગ કરે છે, ઈંડાનું સેવન વાળને મજબૂત બનાવવામાં પણ ઘણી મદદ કરે છે. ઈંડામાં પ્રોટીન, બાયોટિન અને વિટામિન બી મોટી માત્રામાં જોવા મળે છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.