Site icon Revoi.in

ગુજરાતની સરખામણીએ બિહારમાં ચાર વર્ષમાં વિદ્યાર્થિનીઓના ડ્રોપ આઉટ રેસિયામાં સુધારો

Social Share

અમદાવાદઃ દેશમાં સતત વિકાસની હરણફાડ ભરતા ગુજરાતમાં તમામ બાળકોને ફરજીયાત શિક્ષણનો લાભ મળી રહે તે માટે રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ રાજ્યમાં એક વર્ષના સમયગાળામાં માધ્યમિક શિક્ષણમાં 20.6 ટકા છોકરીએ અધ્ધ વચ્ચે અભ્યાસ છોડ્યો હોવાનું સામે જાણવા મળે છે. દેશના અન્ય રાજ્યોમાં શિક્ષણની સ્થિતિમાં સુધાર આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

માધ્યમિક શિક્ષણક્ષેત્રે છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ ગુજરાતમાં 2016-17માં 21.9 ટકા, 2017-18માં 19 ટકા, 2019-19માં 21.2 ટકા તથા 2019-20માં 20.6 ટકા હતો. એટલે કે સરકારના અનેક પ્રયાસો છતા ડ્રોપ આઉટ રેસિયો ઘટાડી શકાયો નથી. જ્યારે બિહારમાં માધ્યમિક શિક્ષણમાં છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ 2016-17માં 41, 2017-18માં 33.7 ટકા, 2018-19માં 32.1 ટકા અને 2019-20માં 22.7 ટકા હતો. આમ બિહારમાં ડ્રોપ આઉટ રેસિયામાં ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાત શિક્ષણની ગુણવત્તામાં આગળ આવ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. તાજેતરમાં શિક્ષણમંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસીના જે આંકડા બહાર આવ્યા છે, તે ચોંકાવનારા છે. માધ્યમિક વર્ગોમાં છોકરીઓના ડ્રોપઆઉટ રેટની બાબતમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં ડ્રોપઆઉટ રેટ ગુજરાતની તુલનાએ ઘણો ઓછો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળી રહે તથા દીકરીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે. જો કે, બીજી તરફ શિક્ષણના ખાનગીકરણને કારણે શિક્ષણનું સ્તર લથડ્યું હોવાનો કોંગ્રેસ દ્વાહરા સતત આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.