Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં એકંદરે હવાની ગુણવત્તામાં સુધારો

Social Share

નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની દિલ્હીમાં ઉગાઉ પ્રદુષણની સ્થિતિ પરિસ્થિતિ બહાર ગઈ હતી. જેથી આ મામલે કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. જો કે, પ્રદુષણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યા હતા. જેના પરિણામો જોવા મળી રહ્યાં છે. દરમિયાન દિલ્હીમાં ચાલુ વર્ષે એર ક્વોલીટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)માં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિલ્હીમાં એક્યુઆઈ ઘટીને સરેરાશ 174 ઉપર પહોંચ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં એકંદરે હવાની ગુણવત્તામાં સુધારો ચાલુ છે અને વર્ષ દરમિયાન જાન્યુઆરી-ઓગસ્ટ વચ્ચેના સમયગાળા માટે, દિલ્હીએ છેલ્લાં 8 વર્ષ દરમિયાન એટલે કે 2016 થી 2023 દરમિયાન તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ સરેરાશ હવાની ગુણવત્તા નોંધાવી છે. ચાલુ વર્ષ દરમિયાન દિલ્હી માટે AQI 174 નોંધવામાં આવ્યો છે જે 2022માં 194, 2021માં 192, 2020માં 147, 2019માં 199, 2018માં 203, 2017માં 203 અને 236 દરમિયાન 236 હતો. જાન્યુઆરી-ઓગસ્ટના સમયગાળા માટે 200 ની નીચેનું એકંદર દૈનિક સરેરાશ AQI સ્તર ફક્ત 2021 પછી જોવા મળ્યું છે, જેમાં સૌથી ઓછું 2023 માં 174 હતું. AQI વરસાદ અને પવનની ગતિના સ્તરોથી ખૂબ પ્રભાવિત થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. ભારત દ્વારા ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોટા પાયે વૃક્ષારોપાણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મોદી વન બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે.