- દેશમાં કોરોનાવાયરસથી સ્થિતિ સુધરી
- છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ
- 44 દિવસમાં સૌથી ઓછા કેસ
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલા પ્રમાણમાં આવી રહ્યા નથી જેટલા પહેલા આવતા હતા. કોરોનાની બીજી લહેરમાં રોજ 4 લાખ કેસ દેશમાં નોંધવામાં આવતા હતા જે આંકડો હવે અડધો પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.86 લાખ કેસ નોંધાયા છે અને જો વાત કરવામાં આવે સાજા થયેલા લોકોની તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.71 લાખ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
હાલ છેલ્લા 24 કલાકમાં જે રીતે કેસ નોંધવામાં આવ્યા છે તે 44 દિવસના સૌથી ઓછા કેસ છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર બાદ કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું તથા તકેદારી રાખવાનું બંધ કરી દીધુ અને ગેરજવાબદાર વર્તન પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ગંભીર રૂપના કારણે બીજી લહેર આવી હોવાનું પણ કેટલાક જાણકારો દ્વારા કહેવામાં આવ્યું હતુ.
હાલ હવે કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે તકેદારી રાખવી ખુબ જરૂરી છે અને વેક્સિનેશનની પ્રક્રિયાને પણ વધારે તેજ કરવી જ પડશે તેવુ આંતરરાષ્ટ્રીય તથા દેશના જાણકારો દ્વારા જણાવવામાં આવ્યું છે.
તે વાતમાં કોઈ શંકા નથી કે દેશમાં કોરોનાની બીજી લહેરને જતા હજુ પણ થોડો સમય લાગી શકે તેમ છે અને હેલ્થ તથા મેડિકલ એક્સપર્ટ દ્વારા તે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોનાવાયરસની બીજી લહેર એ પહેલી લહેરની જેમ ફટાફટ જશે નહી. બીજી લહેરને નિષ્ક્રિય થતા વધારે સમય લાગી શકે તેમ છે.
જો વાત કરવામાં આવે ત્રીજી લહેરની તો એક્સપર્ટ લોકોનું અનુમાન કહે છે કે ત્રીજી લહેર એ બીજી લહેર કરતા પણ વધારે ખતરનાક જાહેર થઈ શકે તેમ છે અને તેમાં બાળકોને વધારે અસર થઈ શકે તેમ છે. બીજી લહેર હાલ તો 50 ટકા જેટલી શાંત પડી છે અને હજુ આગળની લડાઈ બાકી છે. પણ ત્રીજી લહેર આવશે તો તે બીજી લહેર કરતા પણ વધારે સમય ટકી શકે અને વધારે નુક્સાન કરી શકે તેમ છે.