ઈમરાન હાશ્મીનો 42મો જન્મદિવસ – ફિલ્મ ‘મર્ડર’થી મળી હતી આગવી ઓળખ
- ઈમરાન હાશ્મીનો આજે 42મો બર્થડે
- મર્ડર ફિલ્મથી મળી એક આગવી ઓળખ
મુંબઈ – બોલીવુડમાં સીરિયલ કિસર તરીકે મશહૂર અભિનેતા ઇમરાન હાશ્મી આજરોજ પોતાનો 42 મો બર્થડે મનાવી રહ્યા છે,તેમણે ફૂટપાટ ફિલ્મથી આ પછી, ઇમરાન હાશ્મીએ 2004 માં આવેલી ફિલ્મ મર્ડરથી એક અલગ ઓળખ બનાવી છે. ઈમરાન હાશ્મી ફિલ્મ રાજ 3, મર્ડર, કલીયૂગ જેવી હિટ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી ચાહકોના પ્રિય બન્યા છે, તેમણે આ ફિલ્મો દ્રારા સાબિત કર્યું છે કે, તે કોઈપણ રોલમાં સરળતાથી સૂમેળ સાધી શકે છે.
ઇમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચ 1979 માં મુંબઇમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અનવર હાશ્મી અને માતાનું નામ માહિરા હાશ્મી છે. ઇમરાન હાશ્મીએ તેમના ફિલ્મી કરિયરમાં અકથી એક સુપર હિટ ફિલમો આપી છે,વન્સ અપોન એ ટાઈમ ઈમ મુંબઈ, શંધાઈ જેવી aન ટાઇમ ઇન મુંબઇ જેવી ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે ત્રણ વખત ત્રણ ફિલ્મફેર એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.
તેમના ફિલ્મી જગતાના 18 વર્ષમાં અત્યાર સુધી તેમણે 40 જેટલી ફિલ્મો આપી છે, તેમની પહેલી ફિલ્મ ‘ફૂટપાટ’ હતી જેમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા ત્યાર બાદ 2004મા મર્ડર ફિલ્મથી લીડ રોલ પ્લે કરીને તેમણે એક અલગ ઓળખ બનાવી ફિલ્મી જગતમાં પોતાનું નામ બનાવ્યું, ત્યાર બાદ ‘આશિક બનાયા આપને’ ફિલ્મે બોક્સ આફિસ પર કમાલ કરતી જોવા મળી હતી
ત્યાર બાદ તેમણે ફિલ્મની બાબાતે ક્યારે પાછું ળઈને જોયું નથી. આજે બોલિવૂડ જગતમાં એક ફેમસ એક્ટર તરીકે તેઓ ઊભરી આવ્યા છે, આ સાથે જ તેઓ બોલિવૂડમાં સીરિયલ કિસર કરીકે જાણીતા છે.
સાહિન-