Site icon Revoi.in

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. એટલું જ નહીં પાકિસ્તાનમાં ચૂંટાયેલા વડાપ્રધાન કરતા આર્મીના વડા સરકારમાં વધારે દરમિયાનગીરી કરતા હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાનમાં પીએમ કથપુતલી સમાન હોવાનો દાવો કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાને પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, “જે કંઈ પણ થયું, હવે વસ્તુઓ ખુલી રહી છે, તે યુએસએ નહોતું જેણે મને તેમને સત્તા પરથી હટાવવા કહ્યું હતું. કમનસીબે, જે પુરાવાઓ સામે આવ્યા છે તે મુજબ, તત્કાલિન જનરલ બાજવા કોઈક રીતે અમેરિકનોને જણાવવામાં સફળ થયા કે હું અમેરિકા વિરોધી છું. તેમણે પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ઠેરવીને યુ-ટર્ન લીધો હતો. આ માટે તેણે કમર જાવેદ બાજવાને જવાબદાર ગણાવ્યા હતા.

ઇમરાન ખાને ગયા વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થયેલા જનરલ બાજવાને “સુપર કિંગ” ગણાવ્યા અને સ્વીકાર્યું કે, વડા પ્રધાન કાર્યાલયમાં તેમનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ કઠપૂતળી જેવો હતો. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, તેમની સરકાર દરમિયાન જનરલ બાજવા અર્થતંત્ર, રાજનીતિ અને વિદેશ નીતિ સહિત દરેક બાબતમાં નિષ્ણાત બની ગયા હતા. ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, જનરલ બાજવાને સારા નિર્ણયોનો શ્રેય મળતો હતો અને દરેક ખોટા નિર્ણય માટે ઈમરાન ખાનની ટીકા થતી હતી. તેમણે કહ્યું કે જો બાજવાની ટીકા થઈ શકે અથવા તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવી શકાય, તો તેમણે દેશને આટલું નુકસાન ન કર્યું હોત.