Site icon Revoi.in

ગુજરાતમાં 10 વર્ષમાં 1.56 લાખ ખાલી જગ્યાઓ ભરવા સામે 1,67,255 જગ્યાઓ ભરાઈઃ પટેલ

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014 થી 2023  દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417  જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023  સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે, જેમાં આગામી સમયમાં 1.30  લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની  કુલ 35,038   જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780  ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408 પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12,145  પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705  ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459  જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625  જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે. ડિસેમ્બર-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590  બે વર્ષમાં 5,85,390  અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43, 790  લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.