નવી દિલ્હીઃ આતંકવાદીઓનો કોઈ ધર્મ નહીં હોવાનું સમજવારો માની રહ્યાં છે અને આતંકવાદીઓને માનવતાના દુશ્મન માનવામાં આવે છે. ભારત અને અમેરિકા સહિતના દેશો આતંકવાદ સામે સાથે મળીને લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ માનવતાના દુશ્મન મનાતા 16 જેટલા આતંકવાદીઓ 19 જેટલા મહિનામાં વિવિધ દેશમાં ઠાર મરાયાં છે. આ આતંકવાદીઓને કોને માર્યા અને કેમ માર્યા તે જાણી શકાયું નથી. પરંતુ માનવતા દુશ્મન મનાતા આ આતંકવાદીઓના મૃત્યુના પગલે આતંકવાદીઓના આકા મનાતા પાકિસ્તાન અને કેનેડાના પેટમાં કેમ ચૂંક આવી છે તે અંગે વિવિધ અટકળો વહેતી થઈ છે. માનવતાના આ દુશ્મનો પૈકી મોટાભાગના પાકિસ્તાન અને કેનેડામાં મોતને ભેટ્યાં છે. પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા હાફિઝ સઇદ સહિતના આતંકવાદીઓને યુએનની મોસ્ટ વોન્ડેટ આતંકવાદીઓમાં સામેલ છે, એટલું જ નહીં અનેક આતંકવાદીઓ સામે અમેરિકાએ કરોડોનું ઈનામ જાહેર કર્યું છે.
પાકિસ્તાનના કરાચીમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી કૈસર ફારૂક માર્યો ગયો છે. લશ્કર સાથે જોડાયેલા મુફ્તી કૈસર ફારૂકની એક મસ્જિદ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સિવાય લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનના મોતની પણ પુષ્ટિ થઈ નથી. આ સિવાય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની પણ જૂન મહિનામાં કેનેડામાં હત્યા કરવામાં આવી છે. વિદેશમાં ટાર્ગેટ કિલિંગમાં 16 ભારત વિરોધી આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાંથી મોટાભાગની ટાર્ગેટ કિલિંગ પાકિસ્તાન અને કેનેડામાં કરવામાં આવી છે. તે બધા ભારતના દુશ્મન પણ હતા અને અનેક કાવતરાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આતંકવાદીઓના ઘર ગણાતા પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદી કૈસર ફારૂક પર બે મોટરસાઇકલ સવાર બંદૂકધારીઓએ કરાચીના સોહરાબ ગોથમાં હુમલો કર્યો હતો. કૈસર મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદની નજીક હતો. ફારુકની હત્યા છેલ્લા 19 મહિનામાં વિદેશમાં થયેલી 16મી હત્યા હતી. સઈદ સિવાય આ ઘટનાક્રમને જમાત-ઉદ-દાવા અને લશ્કર માટે હાલના સમયમાં સૌથી મોટો ફટકો માનવામાં આવે છે. દરમિયાન, ઘણા સુરક્ષા વિશ્લેષકોનું કહેવું છે કે સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદનો મૃતદેહ પણ મળી આવ્યો છે. કેટલાક લોકો તેને હાફિઝનો ભત્રીજો કહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અપહરણકારોએ તેની હત્યા કરી છે. સઈદ 26 સપ્ટેમ્બર 2023થી ગુમ છે.
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત માટે ભારત પર આંગળી ચીંધી છે. જો કે ભારતે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ પણ વધી રહ્યો છે. તમામ 16 ટાર્ગેટ કિલિંગમાં હત્યારાઓ મળ્યા નથી. ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK)નો ટોચનો આતંકવાદી એઝાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરી 18 જુલાઈ, 2019 ના રોજ અફઘાનિસ્તાનના નાંગરહારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
વિદેશમાં આતંકવાદીઓની હત્યાઓની વર્તમાન શ્રેણી જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મિકેનિક ઝહૂર ઈબ્રાહિમ ઉર્ફે જાહિદ અખુંદની હત્યા સાથે શરૂ થઈ હતી. તે IC-814 એરક્રાફ્ટના હાઇજેકર્સમાંનો એક હતો. તેમને 1 માર્ચ, 2022ના રોજ કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી. આ ઉપરાંત, મુખ્ય ISI ઓપરેટિવ, મોહમ્મદ લાલ, જેઓ કાશ્મીર વિદ્રોહ સાથે નજીકથી જોડાયેલા હતા, 19 સપ્ટેમ્બર 2022 ના રોજ નેપાળના કાઠમંડુની બહાર ગોથાતારમાં રહસ્યમય રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.