દિલ્હીઃ આગામી બે વર્ષ પેટ્રોલ અને ઈલેક્ટ્રીક વાહનોની કિંમત સમાન થઈ જવાનો દાવો કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્યો હતો. તેમમે કહ્યું હતું કે, બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈ-વાહનો એક સમાન કિંમતે વેચવાનું શરૂ થઈ જશે. સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન નામની સંસ્થા તરફથી આયોજીત વેબિનારમાં કહ્યું હતું કે, ઈલેકટ્રીક વાહોનીની જીએસટી માત્ર 5 ટકા છે. જ્યારે પેટ્રોલ વાહનો પર વધારે છે. ઈલેક્ટ્રીક વાહનોમાં સૌથી વધારે કિંમત લિથિયમ બેટરીવાળા વાહનની છે. તેને પણ ઝડપથી ઓછા કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આમ કરવાથી કિંમતમાં ઘટાડાની સાથે પેટ્રોલ વાહનોના બરાબર રેડ પર જ ઈલેક્ટ્રિક વાહન મળી શકશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લિથિયમ બેટરીની કુલ જરૂરતના 81 ટકા ઉત્પાદન સ્થાનિક સ્તર પર જ કરવામાં આવી રહ્યું છે. તેના વિકલ્પને લઈને પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને ઝડપથી આ દિશામાં કોઈ સુધારો જોવા મલશે. તેમણે વધુમાં કહ્યું કે, મારુ સ્વપ્ન છે કે, ભારત ઈલેક્ટ્રીક વાહનોનું હબ હને. આ માટે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, બે વર્ષમાં સમગ્ર દેશમાં ચાર્જિંગ પોઈન્ટમાં વધારો કરવામાં આવશે. હાલ 350 જેટલા ચાર્જીંગ પોઈન્ટ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પેટ્રોલપંપ ઉપર પણ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે તેમની પાસે ઈ-વાહનોને ચાર્જ કરવા માટે પોતાના પોઈન્ટ નથી. દેશમાં ઈ-વાહન ઈંડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી છે. આમારો લક્ષ્ય છે કે, 2030 સુધીમાં 30 ટકા પ્રાઈવેટ કાર, 70 ટકા સુધી કોમર્શિયલ કાર અને 40 ટકા બસો ઈલેક્ટ્રીક થઈ જાય.