Site icon Revoi.in

2022માં યુદ્ધ થશે જેમાં રોબોટ કરશે માનવ જાતિનો વિનાશ – નાસ્ત્રેદમસ

Social Share

વિશ્વમાં અત્યારે જે રીતેની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને ઘણા જાણકારો દ્વારા અનુમાન તારવવામાં આવ્યા હતા. આવા ભવિષ્યવાણી કરનાર નેસ્ત્રદામસને પણ લોકો ગંભીરતાથી લે છે. ભવિષ્યવાણી કરનાર ફ્રાન્સના પ્રખ્યાત જ્યોતિષી નાસ્ત્રેદમસ કહ્યું છે કે,વર્ષ 2022માં વિશ્વયુદ્ધ-3 થશે અને તેમાં રોબોટ માનવ જાતિનો વિનાશ કરશે.

આ ઉપરાંત તે પણ લખવામાં આવ્યું છે કે,2022માં વિશ્વમાં મોંઘવારી આસમાને પહોચશે, ફ્રાંસમાં મોટું તોફાન આવશે જેની અસર સમગ્ર વિશ્વ પર થશે, અને પરમાણુ હુમલાથી ઘણા દેશો ખતમ થઈ જશે.

નાસ્ત્રેદમસના મતે આવતા વર્ષે વિશ્વમાં ખૂબ જ ખતરનાક પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે. તેમાંથી નીકળતા કિરણોત્સર્ગને કારણે વિશ્વની આબોહવા બદલાશે અને મોટા ગ્લેશિયર્સ સંપૂર્ણપણે પીગળી જશે. આનાથી સમુદ્રનું સ્તર વધશે. જેના કારણે ઘણા ટાપુઓ અને નાના દેશો ડૂબી જશે. આ ઉપરાંત, રેડિયેશનને કારણે કરોડો લોકો અકાળે મૃત્યુ પામશે અને બચી ગયેલા લોકો તમામ રોગોનો શિકાર બનશે.

આ આગાહી મુજબ, વર્ષ 2022 ખૂબ જ વિનાશકારી રહેશે. ઘણા દેશો વચ્ચે યુદ્ધ થશે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થશે. તે દરમિયાન એક મોટી કુદરતી ઘટના બનશે, જેના કારણે 3 દિવસ સુધી દુનિયામાં અંધકાર છવાયેલો રહેશે. આ સાથે વિશ્વના દેશોમાં શરૂ થયેલ યુદ્ધ અચાનક બંધ થઈ જશે. ત્રણ દિવસ પછી, જ્યારે વિશ્વ પ્રકાશમાં આવશે, ત્યાં સુધીમાં આધુનિકતાનો અંત આવશે અને માનવજાત ફરીથી પાષાણ યુગમાં પહોંચી જશે.