છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા, 42 લોકોના મોત, સક્રિય કેસ 66 હજારને પાર
- દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા
- 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે તો સાથે સક્રિય કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે તો ફરી એક વખત છેલ્લા 24 કલાક દરમિયાન 12 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 12 હજાર 193 નવા કેસ નોંધાયા છે. ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 67 હજાર 556 થઈ ગઈ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 42 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેમાંથી 10 મૃત્યુ એકલા કેરળના છે.
આ સાથે જ દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.18 ટકા નોંધાયો હતો, જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દુર એટલે કે પુનઃપ્રાપ્તિ દર 98.66 ટકા નોંધાયો હતો.
શનિવાર સવાર સુધી દેશમાં કોરોનાના સક્રિય કેસ 67 હજાર 556 પર પહોંચી ગયા છે. એટલે કે, સંક્રમિત થયા પછી, ઘણા લોકો કાં તો હોસ્પિટલમાં દાખલ છે અથવા ઘરે તેમની સારવાર લઈ રહ્યા છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સંક્રમણ કુલ કેસના 0.15 ટકા જોવા મળે છે.