Site icon Revoi.in

દોઢ દાયકામાં વિશ્વભરમાં ગરીબીમાં ઘણો ઘટાડો, છત્તા સૌથી વધુ ગરીબો ભારતમાં

Social Share

વિશ્વભરમાં છએલ્લા 15 વર્ષમાં ઘણી ગરીબી દૂર થઈ ચૂકી છએ જો કે છત્તા પણ ભારતમાં સૌથી વધુ ગરીબોની સંખ્યા જોવા મળી રહી છે. 15 વર્ષ દરમિયાન ગરીબીમાં ૪૧.૫ કરોડનો ઘટાડો થયો છે.

 નવા મલ્ટિ ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સની જાણકારી પ્રમાણે જો વર્ષ 2005 થી 2006ના 15 વર્ષની વાત કરીએ તો આ દરમિયાન  ૪૧.૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિશ્વના સૌથી વધુ ૨૨.૮૯ કરોડ ગરીબો હજી પણ ભારતમાં જોવા મળએ છે.

ઓક્સફર્ડ ખાતે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ પોવર્ટી તથા હ્યુમન ડેવ. ઇનિશિયેટિવના ઉપક્રમે આ માહિતી શેર કરવામાં આવી હતી આ માહિતી પ્રમાણે  ભારત આજે પણ વિશ્વના સૌથી વધુ ગરીબો ધરાવતો દેશ છે.

ભારત બાદ ગરીબીના મામલે  બીજાસ્થાન પર ૯.૬૭ કરોડ ગરીબો સાથે નાઈજીરિયા આવે છે. ભારતમાં આજે પણ ૨૨.૮૯ કરોડ ગરીબો સાથે પ્રથમ સ્થાન પર  છે. હાલમાં વિશ્વના કુલ ૧૧૧ દેશોમાંથી ૧.૨ અબજ લોકો કારમી ગરીબીમાં જીવે છે.તેમા પણ ૫૯.૩ કરોડ તો ૧૮ વર્ષથી નીચેની વયના બાળકો છે.

આ સાથે જ  સબ સહારન આફ્રિકામાં ૧૮ વર્ષથી નીચેની વયના સૌથી વધુ ગરીબો આ લોકો છે. આ ગરીબોની સંખ્યા સૌથી વધુ ૫૭.૯ કરોડ થાય છે અને તેના પછીના ક્રમે દક્ષિણ એશિયામાં આવતા લોકોની સંખ્યા ૩૮.૫ કરોડ થાય છે. 

અનેક પ્રગતિ છતા પણ ભારતની વસ્તી હજી પણ વધતા જતા ફૂડ અને ઇંધણના ભાવ સામે કટોકટીનો સામનો કરી રહી છે.  ણ ભારતની વસ્તીએ કોરોનાનો માર સહન કરવાનો વારો આવ્યો છે.અનાજ અને ઇંધણના વધી રહેલા ભાવના લીધે ફુગાવો વધ્યો છે.અહેવાલ મુજબ ભારતમાં ૨૦૨૦-૨૧ના અંતે ૯.૭ કરોડ ગરીબ બાળકો હતા. બીજા શબ્દોમાં કહીએ તો દેશમાં વહેતો દર પાંચે એકબાળક કુપોષણનો શિકાર છે.