Site icon Revoi.in

દેશમાં એક મહિનામાં રૂ. 1,49,577 કરોડની GST આવક, ગત વર્ષની સરખામણીએ 12 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી 2023 મહિનામાં એકત્ર કરાયેલા GST આવક ₹1,49,577 કરોડ છે જેમાંથી CGST ₹27,662 કરોડ છે, SGST ₹34,915 કરોડ છે, IGST ₹75,069 કરોડ છે (માલની આયાત પર એકત્રિત ₹35,689 કરોડ સહિત) અને સેસ ₹11,931 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹792 કરોડ સહિત) છે.

સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹34,770 કરોડ CGST અને ₹29,054 કરોડ SGSTને સેટલ કર્યા છે. ફેબ્રુઆરી 2023માં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹62,432 કરોડ અને SGST માટે ₹63,969 કરોડ છે. આ ઉપરાંત, કેન્દ્રએ જૂન 2022ના મહિના માટે ₹16,982 કરોડનું બાકી GST વળતર અને જેમણે અગાઉના સમયગાળા માટે AG પ્રમાણિત આંકડા મોકલ્યા હતા એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ₹16,524 કરોડ પણ જાહેર કર્યા હતા.

ફેબ્રુઆરી 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 12% વધુ છે, જે રૂ. 1,33,026 કરોડ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 6% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)માંથી આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 15% વધુ છે. આ મહિને GST લાગુ થયા બાદ સૌથી વધુ ₹11,931 કરોડનું સેસ કલેક્શન જોવા મળ્યું હતું. સામાન્ય રીતે, ફેબ્રુઆરી 28 દિવસનો મહિનો હોવાથી, આવકનું પ્રમાણમાં ઓછું સંગ્રહ જોવા મળતું હોય છે.