અદાણી ગ્રીન એનર્જીમાં ₹. 2 લાખ કરોડનું જંગી રોકાણ કરશે
અદાણી જૂથે ગ્રીન એનર્જીને મહત્વ આપતી અનેક નવી યોજનાઓને વિગત વર્ષોમાં કાર્યાન્વિત કરી છે. તમામ વ્યવસાયોમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંક સાથે જોડતી અદાણી ગ્રૂપની નવી યોજનાઓ તૈયાર છે. કંપનીની ₹.2 લાખ કરોડનું જંગી રોકાણ કરી 40 GW (ગીગાવોટ) રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાની યોજના છે. 2050 સુધીમાં નેટ કાર્બન ક્રેડિટ માટે વધુ રિન્યુએબલ કેપેસિટી જનરેટ કરી કંપની નેટ ઝીરો એમીશનનું ટાર્ગેટ હાંસલ કરવાની યોજના ધરાવે છે.
એપલ-ટુ-એરપોર્ટ સુધીનો વ્યાપ ધરાવતું અદાણી જૂથ હાલમાં સોલાર અને વીન્ડ ઉર્જા જેવા રિન્યૂએબલ સ્ત્રોતોમાંથી 10 GW થી વધુ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. 2030 સુધીમાં આ વીજ ઉત્પાદન ક્ષમતા 50 GW સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. દર વર્ષે 6-7 GW ઉમેરી તેઓ વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. વધારાની 40 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે અદાણી જૂથ આશરે ₹2 લાખ કરોડનું રોકાણ કરશે.
અદાણી ગ્રીનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જ્યારે સૂર્યપ્રકાશ ઉપલબ્ધ ન હોય અને પવનની તીવ્રતા વીજળી ઉત્પન્ન કરવા માટે વિન્ડ ટર્બાઇનને ફેરવી શકે તેટલી મજબૂત ન હોય ત્યારે રાત્રિ દરમિયાન પાવરની માંગને પહોંચી વળવા કંપની 5 GW પંપની સંગ્રહ ક્ષમતા પણ બનાવશે.
AGEL પ્રથમ તબક્કામાં 2030 સુધીમાં ઓછામાં ઓછી 5,000 મેગાવોટ હાઇડ્રો-પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) ક્ષમતાના ઉમેરાનું લક્ષ્ય પણ ધરાવે છે. તેણે આંધ્રપ્રદેશમાં પ્રથમ 500 મેગાવોટ હાઇડ્રો- PSP નું બાંધકામ શરૂ કર્યું છે. કંપની પાસે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણામાં હાઇડ્રો-પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સની મજબૂત શરૂઆત કરી છે.
AGEL એ નાણાકીય વર્ષ 2023-2024 માં 2.8 GW ક્ષમતાનો ઉમેરો કર્યો છે, જે ભારતના કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારાના 15 ટકા છે. આ વર્ષે કંપનીનું લક્ષ્યાંક 6 GW સુધી પહોંચવાનું છે. દર વર્ષે આ પ્રકારે રિન્યૂએબલ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાની યોજના છે. વધારાની 50 GW ક્ષમતામાંથી 80 ટકા સૌર અને બાકીની પવન ઉર્જા હશે. ઓછા પવનની ઝડપ ધરાવતા વિસ્તારો માટે તેઓ 3 મેગાવોટ વિન્ડ ટર્બાઇન બનાવવાનું પણ વિચારી રહ્યા છે. અદાણી જૂથ સોલાર પેનલમાં વપરાતી વેફરની ફેક્ટરીઓ બનાવી રહ્યું છે.
AGEL એ 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતાના ધરાવતું ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ છે. જેમાં 2,418 મેગાવોટ સોલર અને 430 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જીનો ખાવડા પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે પેરિસ શહેર કરતાં લગભગ પાંચ ગણો છે.
ઉર્જા જરૂરિયાતોની દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની ઉર્જા માંગ 2030 સુધીમાં 25-35 ટકા વધીને 2031-32 સુધીમાં 366.4 GW સુધી થવાનો અંદાજ છે. AGEL 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા વટાવનારી ભારતની સૌ પ્રથમ કંપની છે.