ગુજરાતમાં આઠ મહાનગરો ઉપરાંત વધુ 19 નાના શહેરોમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યાસુધી કરફ્યુ
અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે આજે શુક્રવારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો પણ ચિંતાની બાબત એ છે. કે, મૃત્યુઆંક વધતો જાય છે. શુક્રવારે 16 દર્દીના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસ નિયંત્રણમાં લાવવા માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં વધુ 19 શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. હવે અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા સહિત આઠ મહાનગરો અને 19 નાના શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.
ગુજરાતમાં હવે નવા કેસો સરેરાશ 21થી 24 હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે સરકાર દ્વારા વધુ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે નવા 10 ઉપરાંત 17 બીજા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.
રાજ્ય સરકારે કોરોનાનો પોઝિટીવિટી રેશિયો ધરાવતાં વધુ 19 નગરોમાં કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર, કાલાવડ, ધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં આવતી કાલ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયુનો રહેશે. આ ઉપરાંત અમદાવાદ સહિત મહાનગરોમાં પણ કરફ્યુનો અમલ યથાવત રખાયો છે. મહાનગરોમાં રાત્રિ કર્ફયુની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.