પાકિસ્તાન ઉપરાંત ભારતના અન્ય પડોશી શ્રીલંકા અને ચીનમાં ગરીબોની સ્થિતિ કફોડી
નવી દિલ્હીઃ પાકિસ્તાનની હાર જે પરિસ્થિતિ છે તે થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં હતી. શ્રીલંકામાં લાંબા સમય સુધી ચાલેલી આર્થિક અવ્યવસ્થા અને ખરાબ નીતિઓને કારણે આર્થિક સંકટ ઉભું થયું હતું. એટલું જ નહીં હાલત એટલા ખરાબ થઈ ગઈ હતી કે, દેશને નાદારી જાહેર કરવી પડી હોત, આ ઘટનાને લાંબો સમય થયો હોવા છતા પરિસ્થિતિ હજુ બદલાઈ નથી. શ્રીલંકા ઉપરાંત ચીનમાં પણ ગરીબ પ્રજાની મુશ્કેલી વધી છે, આ વિસ્તારમાં રોજના લગભગ 10 કલાક જેટલો કાપ રાખવામાં આવે છે. જેથી લોકોની રોજગારીને પણ અસર થઈ છે.
શ્રીલંકાની હાલત એટલી ખરાબ છે કે, લોકો રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વિજળી કાપને પગલે વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી હજુ અનેક લોકો ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકાની હાલત ખરાબ જ હતી બીજી તરફ કોરોનાને પગલે લંકાની પરિસ્થિતિ વધારે વિકટ બની હતી. અહીં વિદેશી મુદ્રા ભંડાર ઘટતા જીવન જરુરી વસ્તુઓની આયાત ઉપર પણ તેની અસર પડી હતી. એટલું જ નહીં યુક્રેન-રસિયા યુદ્ધે આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું.
શ્રીલંકામાં વર્ષ 2023માં પરિસ્થિતિમાં હજુ જોઈએ તેવો સુધારો આવ્યો નથી. ખાદ્ય અસુરક્ષા, ગરીબી, આજીવિકા ઉપર સંકટ અને જરુરી વસ્તુઓની અછતને પગલે સ્થિતિ વધારે વિકટ બની છે. એટલું જ નહીં ચીનમાં ગરીબોની સ્થિતિ સારી નથી. કોરોનાને પગલે ગરીબોની સ્થિતિ વધારે બગડી છે. પાકિસ્તાનની જેમ ચીનમાં પણ હાલના સમયમાં વિજળીની ભયંકર કાપ ચાલી રહ્યો છે. દરરોજ સરેરાશ 10-10 કલાક વિજ કાપ રહે છે. જેથી વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયાં છે.
શ્રીલંકામાં મોંઘવારીની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ મોંઘવારીમાં ઘટાડો થયો છે, પરંતુ જીવન જરુરી વસ્તુઓના ભાવ વધારાને પગલે શ્રીલંકાની કેટલીક જનતાનું જીવન ગુજારવુ મુશ્કેલ બન્યું છે. શ્રીલંકામાં રોજની જીવન જરુરી વસ્તુઓની વાત કરીએ તો અહીં દૂધ રૂ. 420 લીટર, બટાટાનો પ્રતિ કિલોનો રૂ. 341, ચોખાના પ્રતિ કિલો 227, ચિકન રૂ. 1312, ટામેટા રૂ. 412ના એક કિલો, ઈંડા પ્રતિ નંગ રૂ. 48 અને સંતરાના રૂ. 1082 પ્રતિ કિલો ભાવ છે.