રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ઠેર-ઠેર ગેમ ઝોનમા ફાયર સેફ્ટીની ચકાસણી અને એક્શનની કાર્યવાહી થઇ રહી છે.. બીજી તરફ મોરબી અને જુનાગઢમાં આવા ગેમઝોન તાત્કાલીક બંધ કરી દેવાયા છે..જુનાગઢ, સુરત અને ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ પણ બંધ કરાઇ છે.
અહીં સવાલ એ ઉઠે કે દુર્ઘટના ગેમ ઝોનની હતી તો રાઇડ્સ કેમ બંધ કરાવાઇ, હકીકત એ છે કે એવુ સામે આવ્યું હતું કે જુનાગઢની ભવનાથની તળેટીમાં ચાલતા સુરજ ફન વર્લ્ડમાં રાઇડ્સ સેફ્ટીના નિયમોને નેવે મુકીને ચાલી રહી હતી, જેથી તેને બંધ કરવાના આદેશ અપાયા હતા. એટલું જ નહીં નિયમોનું પાલન ન કરીને રાઇડ્સ ચલાવનારા સંચાલકો સામે તપાસનો આદેશ અપાયો છે.
આ સાથે મોરબીમાં પણ ચાર જેટલા ગેમ ઝોન બંધ કરી દેવાયા છે.. મોરબી કલેકટરના આદેશ બાદ આ ગેમ ઝોન બંધ કરી દેવાયા. બંધ કરવામાં આવેલા ગેમ ઝોનમાં થ્રીલ ચીલ, લેવલ અપ અને પાપાજી ફન વર્લ્ડનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુનો આંકડો 33 પર પહોંચ્યો છે.આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ગેમ ઝોનને લઇને વહીવટીતંત્રએ કડક ચેકિંગ હાથ ધર્યું છે.