- અફ્ઘાનિસ્તાનમાં વણસતી સ્થિતિ
- વિશ્વ માટે પણ ચિંતાનો વિષય
- તાલિબાન પોતાનું વર્ચસ્વ જમાવવામાં વ્યસ્ત
દિલ્હી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતી બાદ અમેરિકાએ પોતાનું સૈન્ય પરત બોલાવવાનું જ્યારથી શરૂ કર્યુ છે ત્યારથી લઈને અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધતુ જતું હોય તેવુ વર્તાઈ રહ્યું છે. કારણ છે કે હવે તાલિબાન દ્વારા એક પછી એક જિલ્લા પર કબજો જમાવવામાં આવી રહ્યો છે અને હવે તેણે અફઘાનિસ્તાનના બીજા ક્રમના સૌથી મોટા શહેર કંદહારમાં પ્રવેશ કરી લીધો છે.
શહેરમાં પહેલીવાર પ્રવેશ કરતાં પહેલાં તાલિબાને કંદહાર પ્રોવિન્સની આસપાસના તમામ જિલ્લા પર કબજો જમાવી દીધો હતો.
તાલિબાને કંદહાર પ્રોવિન્સની આસપાસના તમામ જિલ્લા પર કબજો જમાવી દીધો હતો. કંદહારના ગવર્નરના પ્રવક્તા બાહિર એહમદીએ જણાવ્યું હતું કે, તાલિબાન લડાકુઓેએ કંદહાર શહેરના સાતમા પોલીસ ડિસ્ટ્રિક્ટમાં પ્રવેશીને મકાનો પર કબજો જમાવ્યો હતો. શહેરના ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચે ભીષણ લડાઇ ચાલી રહી છે.
તાલિબાનોને ખદેડી મૂકવા અફઘાન એરફોર્સ આસપાસના જિલ્લામાં આવેલા તાલિબાની ઠેકાણા પર હુમલા કરી રહ્યાં છે. અફઘાન દળો તાલિબાનના કબજામાં રહેલા બોર્ડર ક્રોસિંગને પરત લેવા માટે પણ તૈયારી કરી રહ્યાં છે અને સરકારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દળો મોકલવાનું શરૃ કરી દીધું છે. હેરાત પ્રોવિન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇસ્લામ કાલા પોસ્ટનો કબજો લેવા અમે નવા દળો તહેનાત કરી રહ્યાં છીએ.