અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદને કારણે વિમાની સેવાને પણ અસર થઈ હતી. ટેકનિકલ કારણોની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ આવતી જતી છ ઈન્ટરનેશનલ સહિત 13 ફ્લાઈટ મોડી પડી હતી. જેમાં એક ખાનગી વીમાન સેવાની અમદાવાદથી સવારે 8.05 વાગે દેહરાદૂન જતી ફ્લાઈટ એસજી 3761 સૌથી વધુ પાંચ કલાકથી વધુ મોડી ઉપડી હતી. બીજી બાજુ અમદાવાદ આવતી જતી 5 ફ્લાઈટ રદ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવા શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળીયા વાતાવરણ વચ્ચે શુક્રવારે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે વરસાદને કારણે એસ.ટી બસ. ટ્રેન સહિત વીમાની સેવાને અસર થઈ હતી. જ્યારે અને ખાનગી વ્યવહારોને પણ અસર થઈ હતી. શહેરમાં ટેકનિકલ કારણોની સાથે વાદળછાયા વાતાવરણને લીધે અમદાવાદ આવતી જતી છ ઈન્ટરનેશનલ સહિત 13 ફ્લાઈટને અસર થઈ હતી અને મોડી પડી હતી. જેમાં સ્પાઈસ જેટની અમૃતસર-અમદાવાદ તેમજ ઈન્ડિગોની ગોવા-અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ, દિલ્હી- અમદાવાદ અને અમદાવાદ- બેંગલુરુનો સમાવેશ થાય છે.
શહેરના એસપી પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ જે ફ્લાઈટ્સ મોડી પડી હતી જેમાં ઈન્ડીગોની કોચી-અમદાવાદ 1.18 કલાક.અમદાવાદ-કોચી 1.05 કલાક તેમજ કતાર એરવેઝની દોહા-અમદાવાદ 45 મિનિટ, તથા એર અરેબિયાની શારજાહ-અમદાવાદ 57 મિનિટ, અમદાવાદ-શાહજાહ 1.04 કલાક, આ ઉપરાંત ઝઝીરા એરવેઝની કુવૈત-અમદાવાદ 1.16 કલાક, અમદાવાદ-કુવૈત 1.21 કલાક. અને એમિરેટ્સની દુબઈ-અમદાવાદ 47 મિનિટ તેમજ સ્પાઈસ જેટની દેહરાદૂન-અમદાવાદ 50 મિનિટ, અને અમદાવાદ-દેહરાદૂન 5.10 કલાક મોડી પડી હતી.આમ અમદાવાદ આવતી જતી છ ઈન્ટરનેશનલ સહિત 13 ફ્લાઈટને વરસાદને કારણે અસર થઈ હતી અને મોડી પડી હતી.